PM મોદીને લઈને કપિલ શર્માએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનને પ્રાર્થના કે..

20 October, 2019 03:40 PM IST  |  નવી દિલ્હી

PM મોદીને લઈને કપિલ શર્માએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનને પ્રાર્થના કે..

PM મોદી સાથે કપિલ શર્મા

શનિવારે વડાપ્રધાન મોદીએ ટીવી અને ફિલ્મોની દુનિયાના દિગ્ગજો સાથે મુલાકાત કરી. આવી જ મુલાકાત વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી પહેલા પણ કરી હતી. આ મુલાકાત તેમણે સિતારાઓ સાથે ચર્ચા કરી કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કેવી રીતે કરવામાં આવે. આ ખાસ મુલાકાતમાં આમિર ખાન, શાહરૂખ ખાનની સાથે કૉમેડી કિંગ કપિલ શર્મા પણ નજર આવ્યા.

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ તસવીર શેર કરીને કપિલ શર્માએ ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું કે, 'આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદીજી, તમને મળીને અને તમારા વિચારો સાંભળીને ખૂબ જ સારું લાગ્યું. તમારા કુશળ નેતૃત્વમાં આપણો દેશ નવી ઉંચાઈઓ સર કરે અને તમે આવી જ રીતે અમારું માર્ગદર્શન કરતા રહો એવી જ ભગવાનના પ્રાર્થના છે. જય હિંદ'.

આ પણ જુઓઃ વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

કપિલ શર્મા બાદ શાહરૂખ ખાને પણ પીએમ મોદી સાથેની સેલ્ફી શેર કરીને તેમના માટે ખાસ ટ્વીટ કર્યું છે.

narendra modi kapil sharma