કપિલ શર્માનું કયું સપનું પૂરું થયું?

08 May, 2022 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમલ હાસનને મળવાનું કપિલ શર્માનું સપનું પૂરું થયું છે

કમલ હાસન તેમની આગામી ફિલ્મ ‘વિક્રમ’ને પ્રમોટ કરવા ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા

કમલ હાસનને મળવાનું કપિલ શર્માનું સપનું પૂરું થયું છે. કમલ હાસન તેમની આગામી ફિલ્મ ‘વિક્રમ’ને પ્રમોટ કરવા ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. આ ફિલ્મમાં વિજય સેતુપતિ, ફહાદ ફાસિલ, કાલિદાસ જયરામ અને નારૈન પણ લીડ રોલમાં છે. ફિલ્મ ૩ જૂને રિલીઝ થવાની છે. કમલ હાસન સાથેનો ફોટો કપિલે શૅર કર્યો હતો. આ ફોટોમાં કિકુ શારદા, કૃષ્ણા અભિષેક અને અર્ચના પૂરન સિંહ પણ જોવા મળી રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી, ‘તમારું સપનું જ્યારે પૂરું થાય... આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લેજન્ડ મિસ્ટર કમલ હાસન સાથે ખૂબ સરસ રીતે સમય પસાર થયો. તેઓ અદ્ભુત ઍક્ટરની સાથે જ સારા વ્યક્તિ પણ છે. સર, અમારા શોની શાન વધારવા બદલ તમારો આભાર. ‘વિક્રમ’ માટે શુભેચ્છા. હંમેશાં પ્રેમ અને આદર.’

entertainment news indian television television news tv show the kapil sharma show kapil sharma kamal haasan