બે મહિનાથી ન મળતાં દીકરીને સરપ્રાઇઝ આપવા પહોંચી જુહી પરમાર

20 June, 2021 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મારી દીકરીને નહોતી ખબર કે હું બે મહિનાના આઉટડોર શૂટ બાદ તેને સરપ્રાઇઝ આપવા આવી રહી છું. મને સરપ્રાઇઝ, પરંતુ હૅપી ફેસ જોવા મળ્યો હતો. મને ખબર છે કે બે મહિના સુધી મારી દીકરીથી અલગ રહેવું કેટલું મુશ્કેલ હતું.

બે મહિનાથી ન મળતાં દીકરીને સરપ્રાઇઝ આપવા પહોંચી જુહી પરમાર

જુહી પરમારે બે મહિના બાદ દીકરીને મળીને તેને સરપ્રાઇઝ આપી હતી. તે હાલમાં ‘હમારીવાલી ગુડ ન્યુઝ’માં કામ કરી રહી છે. બીજા લૉકડાઉન દરમ્યાન ઘણા શોનું શૂટિંગ મુંબઈની બહાર શિફ્ટ કરવામાં આવ્યું હતું તેમ જ બાયો-બબલમાં ઍક્ટર્સને રાખવામાં આવતા હતા જેનો મતલબ એ છે કે તેમણે ફૅમિલીથી દૂર રહેવું પડતું હતું. તે જ્યારે દીકરીને સરપ્રાઇઝ આપવા ઘરે ગઈ ત્યારે સમાયરા તેને દોડીને ભેટી પડી હતી. આ વિશે જુહી પરમારે કહ્યું કે ‘મારી દીકરીને નહોતી ખબર કે હું બે મહિનાના આઉટડોર શૂટ બાદ તેને સરપ્રાઇઝ આપવા આવી રહી છું. મને સરપ્રાઇઝ, પરંતુ હૅપી ફેસ જોવા મળ્યો હતો. મને ખબર છે કે બે મહિના સુધી મારી દીકરીથી અલગ રહેવું કેટલું મુશ્કેલ હતું. આવું પહેલી વાર બન્યું છે કે આટલા લાંબા સમય સુધી હું તેનાથી દૂર રહી અને એક મમ્મી જ સમજી શકે છે એ કેટલું મુશ્કેલ હોય છે. હું દરરોજ તેને યાદ કરતી હતી, પરંતુ પછી પોતાને કહેતી કે આ સમય જલદી પસાર થઈ જશે. સમાયરા મને જે રીતે ભેટી પડી હતી એને હું હજી પણ ફીલ કરી શકું છું. મને નથી લાગતું કે આ દુનિયામાં મમ્મી બાળકને જેટલો પ્રેમ કરે છે એટલો કોઈ કરી શકે. તેમના આ બૉન્ડની જગ્યા કોઈ નહીં લઈ શકે.’

television news juhi parmar entertainment news indian television