મને માધુરી દીક્ષિત સાથે રોમૅન્ટિક સીન કરતી વખતે બહુ શરમ આવતી હતી

28 February, 2026 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકી શ્રોફ કહે છે કે તેની આંખોમાં જોઈને સંવાદ બોલવો કે ગીત ગાવું મુશ્કેલ થઈ જતું હતું

માધુરી દીક્ષિત અને જૅકી શ્રોફ

માધુરી દીક્ષિત અને જૅકી શ્રોફ તાજેતરમાં કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળ્યાં હતાં. આ શોમાં બન્નેએ સાથે કામ કરેલા દિવસોની અનેક રસપ્રદ અને મજેદાર યાદો શૅર કરી હતી. જૅકી શ્રોફે શોમાં માધુરી સાથેની પોતાની પહેલી મુલાકાતને યાદ કરતાં કહ્યું કે તેણે સૌપ્રથમ વખત માધુરી વિશે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાન પાસેથી સાંભળ્યું હતું. સરોજ ખાને નિર્દેશક સુભાષ ઘઈને કહ્યું હતું કે માધુરી એક સુંદર અભિનેત્રી અને ઉત્તમ નૃત્યાંગના છે અને તેને ફિલ્મોમાં તક આપવી જોઈએ.

માધુરી અને જૅકીની જોડીએ અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. માધુરી સાથેની કેમિસ્ટ્રી વિશે વાત કરતાં જૅકી શ્રોફે સ્વીકાર્યું કે માધુરી સાથે ફિલ્મમાં રોમૅન્ટિક સીન કરતી વખતે તેને બહુ શરમ આવતી હતી. પોતાની લાગણી વ્યક્ત કરતાં જૅકીએ કહ્યું હતું કે ‘રોમૅન્ટિક લાગણીઓ ખૂબ વ્યક્તિગત હોય છે અને દિલમાં વસેલી લાગણીઓને કૅમેરા સામે વ્યક્ત કરવી સહેલી નથી. માધુરીની આંખોમાં જોઈને સંવાદ બોલવો કે ગીત ગાવું મુશ્કેલ થઈ જતું હતું, કારણ કે હું મારા પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી જતો હતો.’

television news indian television The Great Indian Kapil Show madhuri dixit jackie shroff bollywood buzz bollywood news bollywood entertainment news