ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-સીઝન 2નું ઑડિશન શરૂ

06 May, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગીતામા આ નવી સીઝનમાં જવાની હોવાથી હવે તે ‘સુપર ડાન્સર’ છોડશે અને એ શોમાં નવા જ્જ આવશે

ગીતામા

સોની ટીવીએ ગયા વર્ષે શરૂ કરેલા અને પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ લૉકડાઉનને લીધે સીઝન લાંબી ચાલી હતી એ રિયલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની સેકન્ડ સીઝનની તૈયારીઓ થઈ ગઈ છે અને શો માટે ડિજિટલ ઑડિશન પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ શોમાં જજની ભૂમિકામાં મલાઇકા અરોરા, કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ અને કોરિયોગ્રાફર ગીતા કપૂર એટલે કે ગીતામા જવાબદારી નિભાવશે.

પ્રૉબ્લેમ એ ઊભો થયો છે કે અત્યારે ગીતામા ‘સુપર ડાન્સર’ની ચોથી સીઝનમાં પણ જજ છે એટલે તેણે એ શો છોડવો પડશે અને એ શોમાં ગીતામાની જગ્યાએ નવા જજને લાવવામાં આવશે. આ નવા જજ તરીકે અત્યારે ફારાહ ખાન અને રેમો ફર્નાન્ડિસની વાત ચાલે છે. રેમો ઑલરેડી પહેલાં કલર્સના રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ કરવાનો હતો પણ તેને હાર્ટ-અટૅક આવતાં એ શોમાં ધર્મેશ પલાંદેને લેવામાં આવ્યો હતો.

entertainment news indian television television news tv show sony entertainment television geeta kapoor