સિંગરમાંથી ઍક્ટ્રેસ કેવી રીતે બની ગઈ દીપશિખા નાગપાલ?

22 June, 2021 11:45 AM IST  |  Mumbai | Rashmin Shah

ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સિંગર તરીકે અનેક કૉન્ટેસ્ટ પણ જીતી છે આ ટીવી-સ્ટાર

દીપશિખા નાગપાલ

જાણીતી ટીવી-સ્ટાર દીપશિખા નાગપાલ ભલે અત્યારે સ્ક્રીન પર સતત જોવા મળતી હોય, પણ દીપશિખાની ઇચ્છા તો સિંગર બનવાની હતી. દીપશિખા કહે છે, ‘નાનપણથી મારી ઇચ્છા હતી કે હું સિંગર બનું. સ્કૂલ-કૉલેજ સિવાય પણ અનેક કૉમ્પિટિશનમાં મેં ભાગ લીધો અને હું એ જીતી પણ ખરી. મને એમ જ હતું કે હું સિંગર તરીકે સારું કામ કરી શકીશ, પણ ડેસ્ટિની જુદી હતી.’  
  દીપશિખા નાગપાલના નસીબમાં ઍક્ટિંગ લખાઈ હતી અને ઍક્ટિંગના ફીલ્ડમાં આવી ગઈ. દીપશિખા કહે છે, ‘બન્યું એવું કે મને પહેલી જ એવી ફિલ્મ ઑફર થઈ જેમાં મોટા સ્ટાર્સ હતા. એક પાર્ટીમાં મને ફિલ્મ ઑફર થઈ, હું તો એ પાર્ટીમાં સિન્ગિંગના બ્રેકના પર્પઝથી ગઈ હતી, પણ ઑફર જુદી આવી.’
દીપશિખા આજે પણ સરસ ગાય છે. રેટ્રોથી માંડીને સૂફી અને ક્લાસિક મ્યુઝિકનાં સેંકડો આલબમ છે. તેનાં ઘરમાં એક મ્યુઝિક-રૂમ પણ છે.

television news indian television entertainment news Rashmin Shah