કપિલ શર્માને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, આ શૉને કારણે ફસાયો હતો કૉમેડિયન

22 March, 2024 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગ્વાલિયર હાઈકોર્ટની બેન્ચે કોમેડિયન કપિલ શર્મા અને તેના શોના નિર્માતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

કપિલ શર્મા

Kapil Sharma: ગ્વાલિયર હાઈકોર્ટની બેન્ચે કોમેડિયન કપિલ શર્મા અને તેના શોના નિર્માતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. અરજદાર, એડવોકેટ સુરેશ ધાકડે બે વર્ષ પહેલા કલમ 356/3 હેઠળ કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે સોની ટીવી પર કપિલ શર્માના શોમાં મહિલાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ સહિત વાંધાજનક સામગ્રી છે.

કપિલ શર્માને મોટી રાહત મળી છે

સુરેશ ધાકડે એક એપિસોડનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં કલાકારોને કોર્ટ રૂમમાં સ્ટેજ પર દારૂ પીતા બતાવવામાં આવ્યા હતા, જેને તેમણે ન્યાયતંત્રનો અનાદર ગણાવ્યો હતો. જો કે કોર્ટે કપિલ શર્માને મોટી રાહત આપતા અરજી ફગાવી દીધી હતી. કોર્ટે ધાકડને પબ્લિસિટી સ્ટંટ માટે કાનૂની કાર્યવાહીનો ઉપયોગ કરવા સામે પણ ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે પબ્લિસિટી સ્ટંટ માટે પોલીસનો ઉપયોગ કરી શકાય નહીં.

આ મામલે કોમેડિયનો સામેલ હતા

કપિલ બે વર્ષ પહેલા તેના શોમાં પ્રસારિત થયેલા એક એપિસોડ બાદ કાનૂની વિવાદમાં ફસાઈ ગયો હતો. આ એપિસોડમાં કપિલ શર્મા અને તેની ટીમે લગભગ આઠ મિનિટ ચાલતું કોર્ટનું દ્રશ્ય બતાવ્યું, જ્યાં તેઓએ કોર્ટની કાર્યવાહીને રમૂજી રીતે દર્શાવી. સીનમાં વકીલની ભૂમિકા ભજવી રહેલા કપિલને દારૂ અને નાસ્તાની માગણી કરતો બતાવવામાં આવ્યો હતો. કપિલે આ સીનમાં ડબલ મીનિંગ જોક્સ પણ કર્યા હતા. કપિલ શર્માને મોટી રાહત આપતા ગ્વાલિયર હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.

આ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે અભિનેતા

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કોમેડિયને વર્ષ 2015 માં `કિસ-કિસ કો પ્યાર કરુ` થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ કપિલ શર્માએ `ફિરંગી`માં કામ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ કપિલની `ઝ્વિગાટો`ને સમીક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી.

ઍક્ટર અને કૉમેડિયન કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની છેતરપિંડીનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સામે ખુલાસો કર્યો છે. દિલીપ છાબરિયા કસ્ટમાઇઝ્ડ વૅનિટી વૅન ડિઝાઇન કરવા માટે જાણીતો છે અને તેણે અનેક સેલિબ્રિટીઝ સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી કરોડો રૂપિયા લઈને બેસી જાય છે અને કારની ડિલિવરી નથી કરતો. કપિલ શર્માએ ૨૦૧૬ના ડિસેમ્બરમાં દિલીપ છાબરિયા પાસેથી વૅનિટી વૅન લેવા અપ્રોચ કર્યો હતો. ૨૦૧૭ના માર્ચમાં સાડાચાર કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કપિલના પ્રોડક્શન હાઉસ K9 પ્રોડક્શન્સ અને દિલીપ છાબરિયા ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયો હતો. 

television news kapil sharma entertainment news madhya pradesh