મહાસંગ્રામ માટે થઈ જાઓ તૈયાર

18 November, 2021 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોની સબ પર આવતા ઘણા શોની સ્ટોરીઝને એકમેક સાથે કનેક્ટ કરી આ એપિસોડમાં ભેગા કરવામાં આવશે

મહાસંગ્રામ માટે થઈ જાઓ તૈયાર

સોની સબ હવે એના ઘણા આર્ટિસ્ટને સાથે લઈને આવી રહ્યું છે. ફેસ્ટિવલની સીઝન હજી પૂરી થવાનું નામ નથી લઈ રહી. એથી જ સોની સબ પર ૨૦ નવેમ્બરે સ્પેશ્યલ એપિસોડ ‘ધ મહાસંગ્રામ’ લઈને આવી રહ્યા છે. આ એપિસોડને ‘ઝિદ્દી દિલ માને ના’ની પરાક્રમ ઍકૅડેમીમાં હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ જલસામાં દરેક શોની સ્ટોરી લાઇનને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે. ‘મૅડમ સર’ની હસીનાને ‘ઝિદ્દી દિલ માને ના’ના બત્રા સા’બ ફોન કરીને આ જલસામાં આમંત્રણ આપશે. તેમ જ ‘ઝિદ્દી દિલ માને ના’માં કોએલના ટૉક્સિક હસબન્ડથી દૂર ભાગવા માટે પત્ની કોએલ અને દીકરા નિખિલની મદદ કરવાને મોનામી તેનું સીક્રેટ મિશન બનાવી દે છે. આ દરમ્યાન કોએલ અને નિખિલ ભાગી રહ્યાં હોય ત્યારે ‘વાગલે કી દુનિયા’નો રાજેશ વાગલે તેમને લિફ્ટ આપતો જોવા મળશે. કોએલ ‘તેરા યાર હૂં મૈં’ની દલજિત પાસે પહોંચે છે. બધા એક જ જગ્યાએ ભેગા થતાં ખૂબ જ મોટો જલસો જોવા મળશે. કરણ અને મોનામી સ્પેશ્યલ ડાન્સ પર્ફોર્મન્સ આપતાં જોવા મળશે. તેમ જ પરાક્રમ ઍકૅડેમીના ન્યુ રિક્રૂટ અને ‘મૅડમ સર’ની કરિશ્મા સિંહ પણ ડાન્સ કરતાં જોવા મળશે. મોટા ભાગના દરેક શોના સ્ટાર્સ આ એપિસોડમાં ડાન્સ પર્ફોર્મન્સ આપતા જોવા મળશે અને સાથે જ તમામ શોની સ્ટોરીને પણ કનેક્ટ કરવામાં આવશે.

television news indian television entertainment news colors tv