ગૌરવ ગેરા બાળપણમાં ખૂબ જ શરમાળ હતો!

03 May, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉમેડી વનલાઇનર્સ અને એવાં પાત્રો માટે જાણીતો આ ઍક્ટર બાળપણમાં ખૂલીને વાત કરતાં મૂંઝાતો!

ગૌરવ ગેરા

ટીવી અને ફિલ્મ-ઍક્ટર ગૌરવ ગેરા ડિજિટલ મીડિયા પ્લૅટફૉર્મ સ્નૅપચૅટ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચુટકી, શૉપકીપર, બિલલીમાસી જેવાં પાત્રો માટે વધુ જાણીતો છે. તેનાં વનલાઇનર્સ પૉપ્યુલર છે. હાલમાં તે ઍમેઝૉન પ્રાઇમના  શો ‘LOL : હસે તો ફસે’માં દેખાઈ રહ્યો છે. મોટા ભાગે કૉમિક પાત્રો ભજવનાર અને કૉમેડી માટે જાણીતો ગૌરવ ગેરા નાનપણમાં એકદમ શરમાળ બાળક જેવો હતો!

 ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં નંદુનું નોંધપાત્ર કૅરૅક્ટર ભજવનાર ગૌરવ કહે છે, ‘હું હંમેશાં શરમાળ રહ્યો છું. એટલો કે હું ખુલ્લેથી, બિન્દાસ જોક્સ પણ નહોતો કરતો. હું વાતો બધા સાથે કરતો, પરંતુ ખૂલીને વાત એકાદ-બે સ્કૂલના મિત્રો સાથે જ કરી શકતો. એ મિત્રોએ જ મને વિશ્વાસ અપાવ્યો કે હું કૉમેડી કરી શકું છું. ત્યાર બાદ મને ખબર પડી કે મારામાં સેન્સ ઑફ હ્યુમર છે, પણ હું પોતાની જાતને વ્યક્ત નહોતો કરી શકતો. હું સ્ટૅન્ડ-અપ ઍક્ટ્સ પણ એટલે જ નહોતો કરતો, એકલો-એકલો વિડિયો બનાવતો! ‘LOL : હસે તો ફસે’ એ મારા માટે થિયેટર વર્કશૉપ જેવું છે, જેમાં બધાએ સાથે રહીને મસ્તી ને વાતો કરવાની છે.’

entertainment news indian television television news