આ ટીવી શૉના સેટ પર લાગી આગ, એક્ટ્રેસ આશી સિંહે સેટ અંગે આપી મોટી અપડેટ

30 May, 2023 09:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેલીવિઝન શૉ મીતઃ બદલેગી દુનિયા કી રીતના સેટ પર એકાએક આગ લાગવાથી દરેક જણ સ્તબ્ધ છે. એવામાં આગ કેવી રીતે લાગી આ વિશે શૉની એક્ટ્રેસ આશી સિંહે જણાવ્યું. મીરા રોડ સ્થિત શૉના સેટ પર આગ લાગી છે આ વિશે એક્ટ્રેસ માહિતી આપી.

પ્રતીકાત્મક તસવીર

ટેલીવિઝન શૉ મીતઃ બદલેગી દુનિયા કી રીતના સેટ પર એકાએક આગ લાગવાથી દરેક જણ સ્તબ્ધ છે. એવામાં આગ કેવી રીતે લાગી આ વિશે શૉની એક્ટ્રેસ આશી સિંહે જણાવ્યું. મીરા રોડ (Mira Road) સ્થિત શૉના સેટ પર આગ લાગી છે આ વિશે એક્ટ્રેસ માહિતી આપીને જણાવ્યું કે શૉટ સર્કિટને કારણે સેટ પર આ આગ લાગી છે. આ શૉમાં આશી સિંહ અને શગુન પાંડે લીડ રોલમાં છે.

શું હતું આગ લાગવાનું કારણ
પિંકવિલાના રિપૉર્ટ પ્રમાણે, સેટ પર કોઈક રૂમમાં ઍરકંડિશનરમાં શૉટ સર્કિટ થયું. જેને કારણે સેટ પર આગ લાગી ગઈ. તે રૂમ સંપૂર્ણ રીતે બળી ગયો છે, એવામાં ત્યાં મૂકેલા કેમેરા અને અન્ય ઇક્વિપમેન્ટ્સને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા. કોઈના પણ ઈજાગ્રસ્ત થવાની સૂચના નથી. આ સિવાય શૉટ સર્કિટનું મૂળ કરાણ જાણવા માટે હાલ તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં થનારી દુર્ઘટનાઓથી બચી શકાય.

જાણો શું કહ્યું આશી સિંહે
એવામાં આશી સિંહે જણાવ્યું કે "સેટ પર લોકો સ્વસ્થ છે. નાનકડી આગ લાગી હતી જે એક રૂમ સુધી જ સીમિત રહી. તે રૂમનું એસી બરાબર નહોતું. બધા સેફ છે કારણકે તે રૂમમાં કોઈપણ નહોતું. દરેક જણ સેટ પર હતતા અને અમે શૂટિંગ પણ ફરી શરૂ કરી દીધું હતું. હવે બધું બરાબર અને સુરક્ષિત છે. ચિંતાની કોઈ વાત નથી."

આ પણ વાંચો : Air India ફ્લાઇટમાં પહેલા અપશબ્દો પછી કર્યો હુમલો, ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

મીતની વાત કરીએ, તો શૉમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે મીત હૂડાએ ચીકૂને કિડનેપર્સથી બચાવ્યો હતો. શું હવે મીત પોતાના દીકરાને યૂએસ જતા અટકાવી શકશે? શૉમાં આ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.

television news indian television entertainment news mira road Mumbai fire incident mumbai news