બિગ બૉસના કન્ટેન્સ્ટને પોતાના અવાજથી જગાડશે એકતા કપૂર

21 November, 2020 06:27 PM IST  |  Mumbai | Harsh Desai

બિગ બૉસના કન્ટેન્સ્ટને પોતાના અવાજથી જગાડશે એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર આ વીકએન્ડમાં તેના અવાજથી ‘બિગ બૉસ’ના સ્પર્ધકોને જગાડતી જોવા મળશે. ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર પહેલી વાર આ શોમાં જોવા મળશે. તે દિવ્યેન્દુ શર્મા અને સુમીત વ્યાસ સાથે તેના શોને પ્રમોટ કરવા માટે આવશે. તે રોજના વેક-અપ સૉન્ગની જગ્યાએ વૉઇસ ઓવર દ્વારા સ્પર્ધકોને જગાડતી જોવા મળશે. ડ્રામા, સસ્પેન્સ અને ટાઇમ લૅપ્સ માટે એકતા જાણીતી છે અને તે એવાં ઘણાં સેગમેન્ટ સ્પર્ધકો સાથે કરતી જોવા મળશે. કેટલાક એપિસોડમાં ભવિષ્યમાં શુ થશે એ વિશે તે સ્પર્ધકો પાસે ટાસ્ક કરાવતી જોવા મળશે. આ સાથે જ તે કેટલીક અન્ય ગેમ્સ પણ રમતી જોવા મળશે. તે આ ગેમમાં ટ્વિસ્ટ લાવતી પણ જોવા મળશે. આ સાથે જ દિવ્યેન્દુ અને સુમીત આ શોમાં સલમાન ખાન અને એકતાને કેટલાક વિચિત્ર સવાલ પણ પૂછતા જોવા મળશે.

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 14 ekta kapoor harsh desai