શાદી મેં ઝરૂર આના

18 June, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં છોટી સિમરનાં લગ્ન આ વીકે અજાણતાં જ થઈ જશે પણ એ આખી પ્રક્રિયાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે

દીપિકા કક્કર

કલર્સના સુપરહિટ શો ‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં આ વીક અત્યંત મહત્ત્વનું છે. મૅરેજ માટે ફ્રેન્ડને હેલ્પ કરવા માટે લગ્નમંડપમાં બેઠેલી છોટી સિમરનાં મૅરેજ થઈ જાય છે અને ઘરમાં રીમાને બદલે છોટી સિમરનો ગૃહપ્રવેશ થાય છે અને આરવ સહિત ઘરના સૌને પહેલી વાર ખબર પડે છે કે બહૂ બદલાઈ ગઈ છે.

લગ્નથી માંડીને આ આખેઆખો ડ્રામા આ વીકે ચૅનલ પર ઑનઍર થશે. મૅરેજનું આ આખું ફંક્શન અત્યારે આગરામાં ચાલી રહ્યું છે. મોટી સિમરને ખબર પડે છે કે રીમા નીકળી ગઈ છે અને દુલ્હનના લિબાસમાં જે છે એ છોટી સિમર છે. સિમર જ છોટી સિમરને સમજાવે છે કે તે હવે પાછા પગ કરવાને બદલે આગળ વધે અને લાઇફમાં આવેલી આ નવી દિશાઓને અપનાવે. મોટી સિમર બનતી દીપિકા કક્કરે કહ્યું હતું, ‘ક્યારેય કોઈએ ન જોઈ હોય એવી આ સિચુએશન છે અને આ સિચુએશન ઑડિયન્સ માટે જબરદસ્ત એક્સાઇટમેન્ટ લાવવાનું કામ કરનારી છે.’

entertainment news television news indian television tv show colors tv