દેવોલીના ફિલ્મોમાં કામ કરવા છતાં પણ ટીવી નહીં છોડે

06 April, 2024 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવોલીના ‘બિગ બૉસ’ની ૧૩, ૧૪ અને ૧૫મી સીઝનમાં પણ જોવા મળી હતી

દેવોલીના ભટ્ટાચાર્જી

દેવોલીના ભટ્ટાચાર્જીએ નક્કી કર્યું છે કે તે ભલે ફિલ્મોમાં કામ કરે, પરંતુ ટેલિવિઝનમાં કામ કરવાનું નહીં છોડે. દેવોલીના ‘બિગ બૉસ’ની ૧૩, ૧૪ અને ૧૫મી સીઝનમાં પણ જોવા મળી હતી. ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં તે ગોપી બહૂના રોલમાં ખૂબ ફેમસ થઈ હતી. તેની ફિલ્મ ‘બેન્ગૉલ 1947 : ઍન અનટોલ્ડ લવ સ્ટોરી’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. એ વિશે દેવોલીના કહે છે, ‘મારી પહેલી ફિલ્મને લઈને હું ખૂબ ઉત્સુક છું. હંમેશાંની જેમ મારા દર્શકો મને પ્રેમ અને સપોર્ટ આપે એવી હું આશા રાખું છું. હું કોઈ એક માધ્યમમાં બંધાઈ નથી રહેવા માગતી. બિગ સ્ક્રીન્સની તકને એક્સપ્લોર કરવાની મને જે તક મળી છે એની મને ખુશી છે. એક ઍક્ટર તરીકે હું મારી જાતને એક મીડિયમમાં બાંધી નથી રાખવા માગતી. એક ઍક્ટર તરીકે મારું કામ ઍક્ટિંગ કરવાનું છે. બૉલીવુડ બેસ્ટ પ્લૅટફૉર્મ છે અને દરેક ઍક્ટર એના પર વર્ચસ્વ જમાવવા માગે છે. મારી પણ એવી જ ઇચ્છા છે. જોકે ફિલ્મોમાં કામ કરવાનો અર્થ એ નથી કે હું ટીવી-શો કે પછી ડિજિટલ પ્લૅટફૉર્મમાં કામ નહીં કરું.’

television news indian television entertainment news