કોરોનાનો કાળ તો પૂરો થઈ જશે પરંતુ એના ઘા આજીવન રહેશે : અવિકા

14 May, 2021 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બીમારી હવામાં ફેલાયેલી છે અને આપણે માસ્ક પહેરવો જરૂરી છે, સોશ્યલ ડિસ્ટન્સ અને જરૂરી તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. ક્યારેય કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એના માટે તત્પર રહેવું જોઈએ.

અવિકા ગોર

અવિકા ગોરનું કહેવું છે કે કોરોના એક દિવસ ખતમ થઈ જશે, પરંતુ એના ઘા કદી પણ રુઝાશે નહીં. કોરોનાને કારણે લોકોએ પોતાનાં સગાંસંબંધીઓને ગુમાવ્યાં છે. અવિકાની ફિલ્મની વાત કરીએ તો તે નાગ ચૈતન્ય સાથે ‘થૅન્ક યુ’માં જોવા મળવાની છે. સાથે જ એક અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં કલ્યાણ દેવ સાથે પણ દેખાવાની છે. કોરોના વિશે અવિકા ગોરે કહ્યું હતું કે ‘આપણે હાલમાં કોરોના વાઇરસનો સામનો કરી રહ્યા છીએ. આવો કપરો સમય કદી પણ નહોતો જોયો. જોકે હજી પણ આપણે કપરી લડત લડવાની છે. હું લોકોને માત્ર યોગ્ય સૂચનોનું પાલન કરવાનું જ નહીં કહું, આપણે લોકોના જીવ પણ બચાવવાના છે. આ બીમારી હવામાં ફેલાયેલી છે અને આપણે માસ્ક પહેરવો જરૂરી છે, સોશ્યલ ડિસ્ટન્સ અને જરૂરી તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. ક્યારેય કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એના માટે તત્પર રહેવું જોઈએ. આ સમય તો પસાર થઈ જશે, પરંતુ સાથે જ અનેક ઘા આજીવન આપતો જશે.’

television news indian television entertainment news