‘ક્વીન’, ‘થપ્પડ’, ‘પિંક’, ‘મર્દાની’ જેવું કન્ટેન્ટ આજની જરૂરિયાત છે

15 April, 2021 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું માનવું છે સ્ટાર ભારતના નવા શો ‘લક્ષ્મી ઘર આઈ’ની લીડ સ્ટાર મૈથિલી એટલે કે સિમરન પરીંજાનું

‘ક્વીન’, ‘થપ્પડ’, ‘પિંક’, ‘મર્દાની’ જેવું કન્ટેન્ટ આજની જરૂરિયાત છે

સ્ટાર ભારત પર શરૂ થનારા નવા શો ‘લક્ષ્મી ઘર આઈ’માં દહેજ પ્રથા વિરુદ્ધ ઝુંબેશ જગાવવાનો પ્રયાસ થવાનો છે. આ શોનું લીડ કૅરૅક્ટર મૈથિલી છે, જેને દહેજ પ્રથાના ભોગ બનવું પડે છે. મૈથિલીનું કૅરૅક્ટર કરે છે સિમરન પરીંજા. સિમરન કહે છે, ‘આ પ્રકારના શો આજની જરૂરિયાત છે. હું તો કહીશ કે ‘ક્વીન’, ‘થપ્પડ’, ‘પિંક’ અને ‘મર્દાની’ જેવી ફિલ્મોને લીધે જ સૌકોઈને સમજાય છે કે ચૂપ રહેવાની જરૂર નથી; તમારે બોલવું પડે, અન્યાય સામે અવાજ ઉઠાવવો પડે. ‘લક્ષ્મી ઘર આઈ’ પણ એવો જ શો છે જે ખોટું થતું હશે એ જગ્યાએ મહિલાઓને વિરોધ કરવાની તાકાત આપશે.’ સિમરન કહે છે, ‘દહેજને હવે નવું નામ મળ્યું છે. ગિફ્ટ કે પછી કહો કે ભેટ, પણ અલ્ટિમેટલી એ છે તો દહેજ જ. એની સામે બોલવું પડશે અને બોલ્યા પછી બદનામ થવાના ડર વિના લડવું પણ પડશે. હું કહીશ કે એક ચૂપ રહેતી છોકરીથી મોટી લાચારી આ સમાજની બીજી કોઈ હોઈ જ ન શકે અને આ જ વાત મારું કૅરૅક્ટર એટલે કે મૈથિલી સૌને સમજાવશે.’

television news indian television entertainment news