'સાવજ-એક પ્રેમ ગર્જના'ના નાદિયા હિમાનીએ લીધી Faceapp Challenge

18 July, 2019 01:29 PM IST  |  મુંબઈ

'સાવજ-એક પ્રેમ ગર્જના'ના નાદિયા હિમાનીએ લીધી Faceapp Challenge

નાદિયા હિમાની (Image Courtesy: Nadia Himani Facebook)

હાલ સોશિયલ મીડિયા પર ફેસ એપ ચેલેન્જે લોકોને ઘેલું લગાડ્યું છે. લોકો પોતે ઘરડા થઈને કેવા લાગશે તે જોવા માટે સેલ્ફી લઈને ફેસએપ ચેલેન્જ લઈ રહ્યા છે, અને પોતાના લૂક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તો બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સના પણ આવા ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. આ ફેસ એપે હવે સ્ટાર્સને પણ ઘેલું લગાડ્યું છે. તાજેતરમાં જ કલર્સ ગુજરાતી પર આવતી સાવજ એક પ્રેમ ગર્જનાના એક્ટ્રેસ નાદિયા હિમાનીએ પણ ફેસ એપ ચેલેન્જ લીધી છે.

જી હાં, નાદિયા હિમાનીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જે જોઈને તમને ઓળખી નહીં શકો. હકીતમાં આ ફોટોમાં નાદિયા ઘરડા દેખાઈ રહ્યા છે. જો કે આ ફેસએપનો કમાલ છે. નાદિયા હિમાનીએ પણ ફેસ એપ ચેલેન્જ લીધી છે. અને ફેસ એપ ફિલ્ટર અપ્લાય કર્યા બાદ તેઓ કંઈક આવા લાગી રહ્યા છે.

અહીં જુઓ નાદિયા હિમાનીની ફેસ એપ ચેલન્જ

આ ચેલેન્જ લીધા બાદ નાદિયાએ તેને મહેક ભટ્ટને પાસ કરી છે. નાદિયાએ મહેક ભટ્ટને ટેગ કરીને તેને ફેસ એપ ચેલેન્જ આપી છે. ઉલ્લેખનીય છે કે મહેક ભટ્ટ પણ સાવજ એક પ્રેમ ગર્જનામાં તેમના કો એક્ટ્રેસ છે. મહેક ભટ્ટ સાવજમાં તોરલ મુંજવાનો રોલ કરે છે, જ્યારે નાદિયા તેની સાસુ મોંઘીનો રોલ કરે છે. એટલે કે હવે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પર પણ ફેસ એપનો ખુમાર ચડી ચૂક્યો છે. તો ટૂંક સમયમાં જ તમને ગમતા સ્ટાર્સના નવા લૂક સામે આવે તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ Kaajal Oza Vaidya: એક એવા લેખિકા જે પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે છે જાણીતા

ઉલ્લેખનીય છે કે કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ સાવજ એક પ્રેમગર્જના ખૂબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય થઈ છે. આ સિરીલય 500 એપિસોડ પૂરા કરી ચૂકી છે. જો નાદિયાના વર્ક ફ્રંટની વાત કરીએ તો સાવજની સાથે સાથે તે ગુજરાતી નાટકોમાં પણ કામ કરી રહ્યા છે. નાદિયાનું નવું ગુજરાતી નાટક 'ઠાકોરજી' કેટલાક મહિના પહેલા જ ઓપન થયું છે.

gujarati film entertaintment television news