‘છોટી સરદારની’માં કમબૅક કરી રહી છે અનીતા રાજ

24 October, 2021 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલર્સ પર આવતા આ શોમાં તે કુલવંત કૌર ઢિલ્લનનું પાત્ર ભજવી રહી છે

અનીતા રાજ

અનીતા રાજ ફરી ‘છોટી સરદારની’માં કમબૅક કરી રહી છે. કલર્સ પર આવતા આ શોમાં તે કુલવંત કૌર ઢિલ્લનનું પાત્ર ભજવી રહી છે. નિમ્રત કૌર અહલુવાલિયા દ્વારા ભજવવામાં આવતા પાત્ર સેહરની લાઇફમાં અનીતાની એન્ટ્રીથી ખૂબ જ ફરક પડશે. અનીતાની એન્ટ્રીથી ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવશે. કમબૅક વિશે અનીતાએ કહ્યું હતું કે ‘હું ‘છોટી સરદારની’માં ફરી કુલવંત કૌર ઢિલ્લનનું ફિયરલેસ પાત્ર ભજવવા માટે ઉત્સાહી છું. આ પાત્ર ભજવવાથી મારા ફૅન-બેઝમાં ઘણો વધારો થયો હતો. આ શોની ટીમ અને કાસ્ટ સાથે ફરી કામ કરવા હું આતુર છું. મારા પાત્રની સ્ટોરીને આગામી એપિસોડમાં કેવી રીતે લઈ જવામાં આવે એ જોવા હું ખૂબ આતૂર છું. સેહરની લાઇફમાં ઘણા ડ્રામા આવશે એ નક્કી છે. આ શોના મુખ્ય પૉઇન્ટ પર કુલવંત અને સેહરની મીટિંગ કેવી રીતે થાય એ જોવું રહ્યું.’

entertainment news indian television television news