વિવાદોમાં ફસાયુ બિગ બોસ, મહિલા પત્રકારે લગાવ્યો સેક્સુઅલ ફેવરનો આરોપ

14 July, 2019 05:11 PM IST  | 

વિવાદોમાં ફસાયુ બિગ બોસ, મહિલા પત્રકારે લગાવ્યો સેક્સુઅલ ફેવરનો આરોપ

વિવાદોમાં ફસાયુ બિગ બોસ

બિગબોસ સિઝન 3 તેલુગુના પ્રસારણ પહેલા શૉ કાનુની વિવાદમાં ફસાયો છે. શૉનું પ્રસારણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે પરંતુ શૉ શરૂ થવા પહેલા હૈદરાબાદમાં રહેનારી એક મહિલા પત્રકારે શૉ સાથે જોડાયેલા 4 વ્યક્તિઓ સામે કેસ નોંધાવ્યો છે. પત્રકારે તેમની પર સેક્સુઅર ફિવરનો આરોપ લગાવ્યો છે. ડીએનેએની રિપોર્ટ અનુસાર પત્રકારે ફરિયાદ કરી હતી કે, શૉના આયોજકોએ ફાઈનલમાં એન્ટ્રી મેળવવા માટે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી.

મહિલા પત્રકાર અનુસાર અભિષેક, રવિકાંત, રધુ અને શ્યામે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી. હૈદરાબાદના બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં સેક્શન 354 અંતર્ગત ચારેય ઓર્ગોનાઈઝર્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે માહિતી આપતા શ્રીનિવાસ રાવે ANI સાથે વાત કરતા કહ્યું હતું કે,13 જુલાઈએ તેમની પર એક સિનિયર જર્નાલિસ્ટ અને એન્કરનો ફોન આવ્યો હતો. પત્રકારે જણાવ્યું હતું કે, માર્ચમાં તેમને શૉ તરફથી ફોન આવ્યો હતો કે બિગ બોસ તેલુગુ સીઝન 3 માટે તમારૂ સિલેક્શન થયું છે.

આ પણ વાંચો: પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં

ACP રાવે વધુમાં ઉમેર્યું હતું કે, ઓફર પત્રકારે સ્વીકારી હતી અને શૉના ચારેય સભ્યોને મળી હતી. પત્રકાર અનુસાર મીટિંગમાં ચારેય વ્યક્તિએ કહ્યું હતું કે તેમને ફાઈનલ સિલેક્શન માટે બોસને ખુશ કરવા પડશે. માનવામાં આવી રહ્યું છે કે, બિગ બોસ તેલુગુ સીઝન 3 સાઉથ સ્ટાર નાગાર્જુન હોસ્ટ કરવાના છે. બિગ બોસ તેલુગુની પહેલી સિઝન 2017માં પ્રસારિત કરવામાં આવી હતી.

bollywood gossips gujarati mid-day