Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં

14 July, 2019 11:25 AM IST | મુંબઈ

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં


કંગના રનોટે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જર્નલિસ્ટ સાથે ઝઘડો કર્યો હોવાથી પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા દ્વારા પણ તેને બૉયકૉટ કરવા માટે સપોર્ટ કરવામાં આવ્યાં છે. એકતા કપૂરની ‘જજમેન્ટલ હૈ ક્યા’ની સૉન્ગ લૉન્ચ ઇવેન્ટમાં પત્રકાર સાથે તેનો ઝઘડો થયો હતો. આ ઝઘડાને લઈને જર્નલિસ્ટે તે માફી માગે એવી ડિમાન્ડ કરી હતી. તેણે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના જર્નલ્સિટ જસ્ટિન રાવ સાથે આ ઝઘડો કર્યો હતો. આ ઘટના બાદ એન્ટરટેઇનમેન્ટ જર્નલ્સિટ્સ ગિલ્ડ દ્વારા કંગનાને બૉયકૉટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પણ કંગનાએ માફી ન માગતા અને ઇન્સ્ટાગ્રામ પર જર્નલિસ્ટનું અપમાન કરતાં એક વિડિયો શૅર કર્યો હતો.

આ ઘટના બાદ પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ પણ તેને બૉયકૉટ કરવામાં સપોર્ટ આપ્યો છે. પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘મીડિયાના વ્યક્તિ સાથે બૉલીવુડની અભિનેત્રીએ ઉપયોગમાં લીધેલા શબ્દો વાજબી નહોતા. એ આપણા કલ્ચરની વિરુદ્ધ છે. જર્નલિસ્ટ સાથે કરવામાં આવેલો આ વ્યવહારને અમે નહીં ચલાવી લઈએ. એન્ટરટઇનમેન્ટ જર્નલિસ્ટ્સ ગિલ્ડ દ્વારા કંગનાને બૉયકૉટ કરવામાં આવેલા નિર્ણયને અમે સપોર્ટ કરીએ છીએ.’



આ પણ જુઓઃ દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી


કંગનાના વકીલે મોકલી નોટિસ

કંગના રનોટે તેના વકિલ દ્વારા તેને બૉયકૉટ કરવામાં આવી હોવાથી નોટિસ મોકલી છે. એન્ટરટેઇનમેટ જર્નલિસ્ટ્સ ગિલ્ડ દ્વારા કંગનાને બૉયકૉટ કરવામાં આવી છે. તેમને હવે પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાનો પણ સપોર્ટ મળ્યો છે. આ કારણસર કંગનાએ બન્ને વિરુદ્ધ નોટિસ મોકલી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:25 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK