સલમાન પર ભારે પડ્યો અંકિત

30 December, 2022 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલર્સની સલમાનની જન્મદિવસની પોસ્ટ પર મોટા ભાગના લોકોએ અંકિતને શોમાં પાછો લાવવાની કરી ડિમાન્ડ

સલમાન ખાન અને અંકિત ગુપ્તા

સલમાન ખાન પર હાલમાં જ અંકિત ગુપ્તા ભારે પડ્યો છે. કલર્સ પર આવતા ‘બિગ બૉસ 16માં અંકિત ગુપ્તાને એલિમિનેટ કરી નાખવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે આ અનફેર હતું, કારણ કે દર્શકોને તેને કાઢવા માટેની તક નહોતી આપવામાં આવી. સલમાનનો હાલમાં જ જન્મદિવસ હતો. આથી કલર્સના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં અંદાજે ૪૮૦ જેટલી કમેન્ટ છે. જોકે એમાંથી મોટા ભાગની કમેન્ટ અંકિત માટે છે. લોકો કહી રહ્યા છે કે તેને ફરી પાછો શોમાં લાવવામાં આવે. તેમ જ કેટલીક કમેન્ટ બિગ બૉસ બાયસ્ડ છે એ વિશે પણ છે. આ સિવાય થોડીઘણી કમેન્ટ સલમાનને જન્મદિવસ પણ વિશ કરવા વિશે છે. જોકે મોટા ભાગની કમેન્ટ અંકિત માટે છે. આથી કલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ અને એમાં પણ સલમાનની પોસ્ટ પર પણ અંકિતનો દબદબો જોવા મળ્યો છે.

television news indian television Bigg Boss Salman Khan