પ્રી-બર્થડે સેલિબ્રેશન

26 December, 2021 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને તેનો બર્થ-ડે ‘RRR’ની ટીમ સાથે ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનના સેટ પર ઍડ્વાન્સમાં સેલિબ્રેટ કર્યો છે

સલમાન ખાને તેનો બર્થ-ડે ઍડ્વાન્સમાં સેલિબ્રેટ કર્યો

સલમાન ખાને તેનો બર્થ-ડે ‘RRR’ની ટીમ સાથે ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનના સેટ પર ઍડ્વાન્સમાં સેલિબ્રેટ કર્યો છે. સલમાનનો બર્થ-ડે સોમવારે ૨૭ ડિસેમ્બરે છે. ‘RRR’ને પ્રમોટ કરવા માટે આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસ. એસ. રાજામૌલી પણ હાજર હતાં. એપિસોડની શરૂઆત સલમાનના અંદાજમાં આલિયા કરે છે. સાથે જ સલમાનનું સ્વાગત તે બર્થ-ડે-સૉન્ગ ગાઈને કરે છે. સાથે જ આલિયા સલમાનને કહે છે કે ‘બિગ બૉસ’ના કન્ટેસ્ટન્ટ્સે તારા માટે સરપ્રાઇઝ રાખી છે. તેઓ બધા સલમાનને ‘Me TV’ના માધ્યમથી મળે છે અને સલમાનનાં ગીતો પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપે છે. ત્યાર બાદ રાજામૌલી ફિલ્મની કાસ્ટ તરફથી કેક લઈને આવે છે. સલમાન કેક કટ કરીને સૌનો આભાર માને છે.

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15 Salman Khan happy birthday alia bhatt ss rajamouli s.s. rajamouli