‘બિગ બૉસ’ દેખાય છે એટલું સરળ નથી : સાહિલ શ્રોફ

12 October, 2021 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાહિલ પહેલો એવો કન્ટેસ્ટન્ટ છે જે ઇવિક્ટેડ થયો છે

સાહિલ શ્રોફ

સાહિલ શ્રોફનું કહેવું છે કે ‘બિગ બૉસ’ જેટલું દેખાય છે એટલું સહેલું નથી. સાહિલ પહેલો એવો કન્ટેસ્ટન્ટ છે જે ઇવિક્ટેડ થયો છે. જોકે તેને એનો પસ્તાવો નથી. સાહિલે આ અગાઉ અનેક કમર્શિયલ્સમાં કામ કર્યું છે. તેણે ‘ડૉન 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ અને ‘ડિયર માયા’માં જોવા મળ્યો હતો. સાથે જ વેબ-સિરીઝ ‘બારિશ’માં પણ કામ કર્યું હતું. ‘બિગ બૉસ 15’માંથી ઇવિક્ટેડ થયા બાદ સાહિલે કહ્યું હતું કે ‘હું ખૂબ સારું અનુભવી રહ્યો છું. મારી લાઇફને હું મિસ કરી રહ્યો હતો અને હવે હું પાછો આવી ગયો છું. સારી નીંદર લઈ રહ્યો છું અને રિલૅક્સ થઈ ગયો છું. હું ‘બિગ બૉસ’માં કોઈ પણ અપેક્ષા વગર ગયો હતો અને એથી હું જરા પણ ઉદાસ નથી. મેં જ્યારે આ ગેમને અને એની સ્ટ્રૅટેજીને સમજવાની શરૂઆત કરી તો મને કોઈ ટાસ્ક આપ્યા વગર જ ઇવિક્શન થઈ ગયું. મને એવું લાગતું હતું કે જો ૧૪ કન્ટેસ્ટન્ટ્સને બહાર ન કાઢ્યા હોત તો હું કન્ટિન્યુ કરત. જોકે મને કોઈ પસ્તાવો નથી. મેં મારી રીતે પ્રયાસ કર્યો હતો અને કદાચ મારી જર્ની અહીં સુધીની જ હતી.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15