કોરોના થયો હોવાથી વિશાલ કોટિયાન નહીં જઈ શકે ‘બિગ બૉસ’માં

10 January, 2022 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવી ચર્ચા હતી કે તે ‘બિગ બૉસ 15’માં વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી કરવાનો હતો

વિશાલ કોટિયાન

વિશાલ કોટિયાનને પણ કોરોના થયો છે. એવી ચર્ચા હતી કે તે ‘બિગ બૉસ 15’માં વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી કરવાનો હતો. પરંતુ હવે તેને કોરોના થતા એ શક્ય નથી. તેની સાથે રાજિવ અદાતિયા પણ શોમાં જવાનો હતો એવુ સાંભળવા મળ્યુ હતું. વિશાલને કોરોના થવાની માહિતી મળતા તેના ફૅન્સ ચિંતીત બન્યા છે. ઇન્સ્ટાસ્ટોરી પર વિશાલે લખ્યું હતું, ‘હું કોવિડ-19 પૉઝિટિવ થયો છું. મારામાં હલ્કા લક્ષણો છે અને હું સ્વસ્થ છું. મારી જાતને મેં આઇસોલેટ કરી છે. ડૉક્ટર્સ અને હેલ્થ પ્રોફેશનલ્સના નિર્દેશોનું હું પાલન કરી રહ્યો છું. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. સૌ સલામત રહો.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15