દસ વીક સુધી નો એલિમિનેશન

10 October, 2021 08:46 AM IST  |  Mumbai | Rashmin Shah

‘બિગ બૉસ’ હાઉસમાં આ કન્ડિશન સાથે હાઇએસ્ટ પેમેન્ટ લેતો કન્ટેસ્ટન્ટ જય ભાનુશાળી આવ્યો છે

જય ભાનુશાળી

ગયા વીક-એન્ડથી શરૂ થયેલા રિયલિટી ‘બિગ બૉસ’ની વર્તમાન સીઝનમાં ટીવીસ્ટાર અને ઍન્કર જય ભાનુશાળી આ સીઝનનો એકમાત્ર મોટો સ્ટાર છે અને એ જ કારણે જય હાઇએસ્ટ પેમેન્ટ લેનારો કન્ટેસ્ટન્ટ પણ છે. જોકે એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જય ભાનુશાળી સાથે થયેલા કૉન્ટ્રૅક્ટ મુજબ ૧૦ વીક સુધી જયને શોમાંથી એલિમિનેટ કરવામાં નહીં આવે એટલે કે જય અંદાજે બેથી સવાબે મહિના શોમાં અકબંધ રહેશે.

આ અગાઉ જય કલર્સ ચૅનલના જ ‘ઝલક દિખલા જા’ અને ‘ખતરોં કે ખિલાડી’માં પણ કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યો છે. ‘ઝલક દિખલા જા’ની સેકન્ડ સીઝનમાં જય રનર-અપ રહ્યો હતો. ‘ખતરોં કે ખિલાડી’માં બે વાર ભાગ લેનારા જયે એક વખત વૉલન્ટરી એક્ઝિટ લીધી હતી, તો ગયા વર્ષે જય ટૉપ-ફાઇવ કન્ટેસ્ટન્ટ બાકી રહ્યા ત્યારે એલિમિનેટ થયો હતો.

entertainment news indian television television news tv show bigg boss 15 jay bhanushali Rashmin Shah