‘બિગ બૉસ’માં નથી આવી રહી અનુષા

21 October, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ કુન્દ્રાની એક્સ-ગર્લફ્રેન્ડ ઘરમાં આવી રહી હોવાની ચર્ચાને તેણે અફવા ગણાવી

અનુષા દાંડેકર

અનુષા દાંડેકર ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનના ઘરમાં નથી આવી રહી. કરણ કુન્દ્રાની એક્સ-ગર્લફ્રેન્ડ હોવાથી તેનું નામ ચર્ચામાં હતું. તે અને શમિતા શેટ્ટીનો સ્પેશ્યલ ફ્રેન્ડ રાકેશ બાપટ આ શોમાં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરશે એવી ચર્ચા ચાલી રહી હતી. આ માટે ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનની મેકર્સ દ્વારા તેને ખૂબ મોટી રકમ ઑફર કરવામાં આવી હતી અને તેણે એ સ્વીકારી લીધી હોવાની ચર્ચા ચાલી હતી. જોકેએ વાતને તેણે ફગાવી દીધી છે. આ વિશે અનુષાએ એક પોસ્ટમાં લખ્યું કે ‘હું ફરીથી કહું છું કે આ મારી લાઇફ છે અને એમાં હું ખુશ છું. ભગવાનને પ્રેમ કરતા હો તો મહેરબાની ખાતર કેટલાક પાનાં ભરવા અને વધુ ડ્રામા ક્રીએટ કરવા માટે હું ‘બિગ બૉસ’ ૧૫માં જઈ રહી છું એવી અફવા ફેલાવવાનું બંધ કરો. મેં તમને મારી હકીકત જણાવી હતી. હું જે પણ ક્વોટ અથવા તો ફોટો પોસ્ટ કરું છું એ મારા ભૂતકાળ વિશે નથી હોતું, એ મારા ગ્રોથ વિશે છે. આ મારા વિશે છે. હું એક સેલ્ફમેડ વુમન છું અને એને નકારવાનું બંધ કરો. હું મારી લાઇફની બૉસ છું અને એને સાબિત કરવા માટે મારે કોઈ ઘરમાં જવાની જરૂર નથી. મને શાંતિથી જીવવા દેનારા અને ખુશી ફેલાવનાર તમામ લોકોનો હું આભાર માનું છું.’

ઘરવાસીઓમાંથી જંગલવાસી બનેલા સ્પર્ધકોને ફરીથી ઘરમાં દાખલ થવા માટે પ્રાઇઝ મનીમાંથી પૈસા કાપશે બિગ બૉસ.

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15 anusha dandekar