જાસ્મિન ફરી આવશે બિગ બૉસ હાઉસમાં

12 January, 2021 02:57 PM IST  |  Mumbai | Rashmin Shah

જાસ્મિન ફરી આવશે બિગ બૉસ હાઉસમાં

જાસ્મિન ભસીન

કલર્સ ચૅનલના શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં રવિવારે ઍક્ટ્રેસ જાસ્મિન એલિમિનેટ થઈ, પણ તેના ફૅન્સે નારાજ થવાની જરૂર નથી. ‘બિગ બૉસ’ હાઉસમાં તે ફરીથી જોવા મળશે. ઍક્ચ્યુઅલી સ્ટ્રૅટેજીના પાર્ટરૂપે એવું કરવામાં આવ્યું છે. જાસ્મિનને ઘરમાંથી કાઢીને સીક્રેટ રૂમમાં રાખવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. જાસ્મિને ફરીથી ઘરમાં જવાનું હોવાથી જ તેના એલિમિનેટ પછીના કોઈ ઇન્ટરવ્યુ પણ લાઇનઅપ કરવામાં નથી આવ્યા અને જાસ્મિનને બહારની વ્યક્તિને મળવા દેવામાં પણ નથી આવતી. જો જાસ્મિન બહારની વ્યક્તિના સંપર્કમાં આવે તો ‘બિગ બૉસ’ હાઉસ માટે બનાવવામાં આવેલા નિયમ મુજબ તેણે ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવું પડે અને એટલી રાહ જોવા પ્રોડક્શન-હાઉસ તૈયાર નહીં હોવાથી જાસ્મિનનો સંપર્ક કોઈને કરાવવામાં નથી આવ્યો.

કહેવાય છે કે જાસ્મિન સાથે સીક્રેટ રૂમમાં મનુ પંજાબી પણ જૉઇન થશે. મનુ ઈજાને કારણે શોમાંથી બહાર થયો હતો, પણ હવે મનુ સ્વસ્થ છે અને તે શો જૉઇન કરવા તૈયાર છે.

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 14