Bigg Boss 14: આ કન્ટેસ્ટન્ટ થઈ શકે છે ઘરથી બેઘર, જાણો કોણ છે

19 October, 2020 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 14: આ કન્ટેસ્ટન્ટ થઈ શકે છે ઘરથી બેઘર, જાણો કોણ છે

સલમાન ખાન

ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 હાલ ચર્ચાનો વિષય બની ગયો છે અને આ સીરિયલ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે શેહઝાદ દેઓલ અને જાન કુમાર સાનૂમાંથી એક કન્ટેસ્ટન્ટ આ વીકેન્ડમાં ઘરથી એલિમિનેટ થઈ શકે છે. હાલ રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન, જાન સાનૂ અને શેહઝાદ દેઓલ એવિક્શન લિસ્ટમાં સામેલ છે. જેમાંથી જાસ્મિન, રૂબીના અને અભિનવ ઑડિયન્સના વોટ મેળવીને સુરક્ષિત થઈ જશે. જાન કુમાર સાનૂ અને શહેઝાદ વચ્ચે એલિમિનેશન થશે, જેનો નિર્ણય ફ્રેશર્સ લેશે.

અત્યાર સુધી રૂબીના અને જાસ્મિન શૉમાંથી બે મજબૂત કન્ટેસ્ટન્ટ છે, જે દર્શકો વચ્ચે ચર્ચામાં છે. તેમ જ નિક્કી તંબોલી ટાસ્ક જીતીને ઘરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. સિંગર જાન કુમાર સાનૂ અને શેહઝાદમાંથી કોઈ એક આ શૉમાંથી બહાર થઈ શકે છે.

આ પણ જુઓ : Bigg Boss 14: જાણો કોણ છે નિક્કી તંબોલી, એન્ટ્રી લેતા જ વાઈરલ થઈ બૉલ્ડ તસવીરો

તમને જણાવી દઈએ કે વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન રૂબીન દિલૈકની પ્રશંસા કરવાના હતતા, પણ રૂબીના એક ટાસ્ક કરવાની ના પાડી દે છે, બાદ સલમાન એની ક્લાસ લગાવે છે. આ બધી વાતથી સલમાન ખાન રૂબીનાને સમજાવે છે. સાથે જ રાહુલ વૈદ્ય અને રૂબીના વચ્ચે બોલચાલ જોવા મળી હતી. સલમાન ખાન ઘોષણા કરે છે કે અભિનવ શુક્લા, શેહઝાદ દેઓલ અને જાન કુમાર સાનૂ બૉટમ થ્રીમાં છે અને આ ત્રણેયમાંથી કોઈ એક બહુ જલદી ઘરથી બેઘર થશે. આ વખતે બિગ-બૉસમાં સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન તોફાની સીનિયર્સ તરીકે ઘરમાં ઉપસ્થિત છે.

Salman Khan bigg boss 14 Bigg Boss rubina dilaik indian television television news tv show entertainment news