કોવિડના કારણે આવેલી વિટંબણાઓ છે 'બિગ બૉસ'નું કેન્દ્રબિંદુ

13 August, 2020 07:27 PM IST  |  Mumbai | Rashmin Shah

કોવિડના કારણે આવેલી વિટંબણાઓ છે 'બિગ બૉસ'નું કેન્દ્રબિંદુ

સલમાન ખાન

રિયલિટી શો ‘બિગ બૉસ’ની નવી સીઝનનું બધું પ્લાનિંગ પૂરું થઈ ગયું છે અને આ નવી સીઝનને વધારે ધમાકેદાર બનાવવા માટે પણ મેકર્સે પ્લાન બનાવ્યા છે. ‘બિગ બૉસ ૨૦૨૦’નો પ્રોમો રિલીઝ થયા પછી હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે બધાને ૨૦૨૦ જલદી પૂરું કરવામાં રસ છે અને એ જ વાત ‘બિગ બૉસ’માં પણ લાગુ પડતી હશે. એવા-એવા ટાસ્ક અને એવી-એવી તકલીફો આપવામાં આવશે કે કન્ટેસ્ટન્ટ જલદી આ શો પૂરો થાય એની રાહ જોશે.

‘બિગ બૉસ’ના કન્ટેસ્ટન્ટ માટે અત્યારે ત્રીસ સેલિબ્રિટી સાથે વાતો ચાલી રહી છે. રિયલિટી શોનું શૂટિંગ સપ્ટેમ્બર એન્ડમાં સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરવામાં આવે છે તો આ જ શોના હાઉસ એટલે કે બિગ બૉસના ઘર માટે પણ નવી ડિઝાઇન વિચારવામાં આવી રહી છે. આ ડિઝાઇન સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન થઈ શકે એવી હશે.

entertainment news indian television television news Bigg Boss bigg boss 14