અનલૉક બિગ બૉસ

25 September, 2020 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનલૉક બિગ બૉસ

બિગ બૉસ 14નો સેટ

આ વર્ષમાં થિયેટરમાં ફિલ્મ જોવું, બહાર ડાઇનિંગ માટે જવું અને મૉલમાં શૉપિંગ કરવું બંધ થઈ ગયું છે. કોરોના વાઇરસને કારણે દુનિયા લૉકડાઉન હેઠળ ગઈ હતી અને એમાં ધીમે-ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. જોકે હજી પણ આ તમામ બાબતોની છૂટ આપવામાં નથી આવી, પરંતુ ‘બિગ બૉસ’ની 14મી સીઝનમાં આ તમામ બાબતોને અનલૉક કરવામાં આવી છે. આ શો પૉઝિટિવિટી અને આશાની સાથે લોકોને મોટિવેટ કરી આવતી કાલને વધુ સારી રીતે બનાવવા વિશે છે. જોકે અંતે તો શોમાં લોકો એકબીજાની સાથે ઝઘડતા જ જોવા મળશે. ત્રણ ઑક્ટોબરથી શરૂ થઈ રહેલા આ શોમાં થિયેટર, મૉલ, સ્પા અને બિગ બૉસ ડાઇનિંગ એરિયા પણ જોવા મળશે.

સલમાન ખાન આ વર્ષે ‘બિગ બૉસ’માં ઓછા પૈસા લેશે. તે દર વર્ષે કહે છે કે આગામી સીઝનને તે હોસ્ટ નહીં કરે, પરંતુ અંતે તે જ હોસ્ટ કરે છે. તે આ શોના એક એપિસોડ માટે 20 કરોડ અને ટોટલ 450 કરોડ રૂપિયા ચાર્જ કરવાનો એવી ચર્ચા હતી. જોકે આ શોને ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યો હતો અને એ દરમ્યાન સલમાને કહ્યું હતું કે તે આ શો માટે તેના પૈસા ઓછા લઈ રહ્યો છે. લૉકડાઉનને કારણે ઘણા લોકોની નોકરી ગઈ છે અને પૈસા ન આવતા હોવાથી તેણે પૈસા ઓછા લેવાનું નક્કી કર્યું છે. આ પૈસા ઓછા લેવાનું કારણ એ છે કે વધુમાં વધુ લોકોને સેટ પર કામ મળી રહે અને તેમની સૅલરીમાં કટ ન આવે. સરકારના નિયમ મુજબ જેમ બને એમ ઓછી વ્યક્તિનો ઉપયોગ કરીને શૂટિંગ કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. જોકે દર વર્ષે આ શોના સેટ પર જેટલા વ્યક્તિ હોય એ તમામને આ વર્ષે પણ કામ આપવામાં આવશે. એક પણ વ્યક્તિને તેના કામમાંથી કાઢવામાં નહીં આવે. આ સાથે જ સલમાને એ પણ કહ્યું હતું કે તે આ શોના ક્રૂ માટે તેના ફાર્મહાઉસમાંથી શાકભાજી અને અનાજ મોકલશે જેથી તેઓ સુરક્ષિત રહે.

entertainment news tv show television news indian television Bigg Boss bigg boss 14 Salman Khan