બિગ બૉસને બૅન કરવાની સોશ્યલ મીડિયામાં ડિમાન્ડ

09 October, 2020 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસને બૅન કરવાની સોશ્યલ મીડિયામાં ડિમાન્ડ

સિદ્ધાર્થ શુક્લા

કલર્સ પર આવતો રિયલિટી શો ‘બિગ બૉસ’ શરૂ થયાના એક અઠવાડિયામાં વિવાદમાં આવી ગયો છે. આ શો બૅન કરવા માટે સોશ્યલ મીડિયા પર ચાહકો વિનંતી કરી રહ્યા છે. આ શોના એક ટાસ્કમાં મહિલાઓ એટલે કે જાસ્મિન ભસીન, રુબિના દિલૈક, નિકી તમ્બોલી અને પવિત્ર પુનિયાએ સિદ્ધાર્થ શુક્લાને ઇમ્પ્રેસ કરવાનો હોય છે. આ માટે એક સેન્સ્યુઅલ ડાન્સ તેઓ પાસે કરાવવામાં આવે છે. આથી સોશ્યલ મીડિયા પર શોને બૅન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોની દરેક સીઝન વિવાદમાં પડે છે અને એથી જ એને વિવાદસ્પદ શો પણ કહેવામાં આવે છે. આ વલ્ગારિટી એન્ટરટેઇનમેન્ટ નથી  અને એને બૅન કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. આને માટે એક યુઝર્સે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘આ શોમાં મહિલાઓ જે ડાન્સ મૂવ્ઝ કરી રહી છે એ એકદમ ચીપ છે. સિદ્ધાર્થ પણ આ મુવ્ઝને લઈને કમ્ફર્ટેબલ નથી લાગી રહ્યો. જો તેણે કોઈ મહિલાને કિસ કરી હોત તો તેને હાલમાં ધોઈ નાખવામાં આવ્યો હોત, પરંતુ અહીં મહિલાઓ કરી રહી હોવાથી એ તો ટાસ્ક છે એમ કહેવામાં આવી રહ્યું છે. જોકે એ યોગ્ય નથી.’

entertainment news television news indian television tv show Bigg Boss bigg boss 14