રશ્મિ દેસાઈ સાથેના સંબંધોને લઈને જાસ્મિન ભસીને કહ્યું...

05 October, 2020 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશ્મિ દેસાઈ સાથેના સંબંધોને લઈને જાસ્મિન ભસીને કહ્યું...

જાસ્મિન ભસીન

‘બિગ બૉસ’ 14માં સામેલ થયેલી જાસ્મિન ભસીને રશ્મિ દેસાઈ સાથેના સંબંધોને લઈને જણાવ્યું હતું કે જો તેઓ ક્યારેક મળી જાય તો પરસ્પર સંબંધો સારા છે. ‘બિગ બૉસ’ 13નો વિનર સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ અને જાસ્મિન ભસીને ‘દિલ સે દિલ તક’માં સાથે કામ કર્યું હતું. એ શોમાં તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી. એવામાં રશ્મિ સાથે કેવા સંબંધો છે એને લઈને જાસ્મિને કહ્યું હતું કે ‘મેં ૨૦૧૫માં મારી કરીઅરની શરૂઆત કરી હતી. એક પછી એક એમ અનેક શો કર્યા હતા. મેં ૧૦૦ જેટલા ઍક્ટર્સ સાથે કામ કર્યું હતું. ચાર-પાંચ નામો જ એવાં છે જેને આંગળીના વેઢે ગણીને હું કહી શકું કે તેઓ મારા ફ્રેન્ડ્સ છે. જોકે ૯૫ ટકા કંઈ મારા દુશ્મનો નથી. હું તેમને જ્યારે પણ મળું તો ઉમળકાભેર મળીએ છીએ. હું બધા સાથે ફ્રેન્ડ્સ ન બની શકું. એનો અર્થ એ નથી કે તેમની સાથે મારા સંબંધો ખરાબ છે. જો હું કદી રશ્મિને મળું તો તે મને ખૂબ જ સારી રીતે પૉઝિટિવલી મળે છે. એથી આ બધું સારી રીતે ચાલે છે. અમારા વિશે જે પણ લખવામાં આવ્યું છે કે અમે એકબીજાને પસંદ નથી કરતાં એવું જરા પણ નથી. તે તેની લાઇફમાં ખુશ છે અને હું મારી લાઇફમાં ખુશ છું. જો કામ સંદર્ભે પણ અમે મળીએ તો સારી રીતે મળીએ છીએ, કામ કરીએ છીએ અને પોતપોતાના ઘરે જતાં રહીએ છીએ.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 14