બૉલીવુડમાં સિંગર્સને પૈસા નથી મળતા: રાહુલ વૈદ્ય

09 October, 2020 07:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં સિંગર્સને પૈસા નથી મળતા: રાહુલ વૈદ્ય

રાહુલ વૈદ્ય

‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં જોવા મળનાર સિંગર રાહુલ વૈદ્યનું કહેવું છે કે બૉલીવુડમાં સિંગર્સને પૈસા નથી મળતા. આ વાત તો આ અગાઉ નેહા કક્કર અને આદિત્ય નારાયણ પણ કહી ચૂક્યાં છે. બૉલીવુડમાં સિંગર્સની સ્થિતિ વિશે રાહુલ વૈદ્યે કહ્યું કે ‘આ એક વ્યક્તિલક્ષી નિર્ણય છે. હા, આ વાત સાચી છે કે ફિલ્મ રેકૉર્ડિંગ્સ માટે સિંગર્સને પૈસા ચૂકવવામાં નથી આવતા. આ વાત જણાવતાં મને કોઈ પણ પ્રકારનો ખચકાટ નથી થતો. જોકે એક વાસ્તવિકતા એ પણ છે કે સિંગર્સ તેમના લાઇવ પર્ફોર્મન્સથી અઢળક કમાણી કરે છે. એવું કહેવામાં આવે છે કે અમે શો મારખત ખૂબ પૈસા કમાઈએ છીએ. એથી તેઓ ફિલ્મ સૉન્ગ્સના રેકૉર્ડિંગના પૈસા નથી આપતા. જોકે એ બાબત તો અયોગ્ય છે. આ તો એવું થયું કે ઍક્ટર્સને એમ કહેવામાં આવે કે તને ફિલ્મ માટે કોઈ પૈસા નહીં મળે, કારણ કે તમે ઍન્ડોર્સમેન્ટના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. એ વાતમાં કોઈ સમજદારી નથી. એ ખરેખર ખોટું છે.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 14