04 May, 2023 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેનાફ દાદાચાનજી
બેનાફ દાદાચાનજીએ ‘સપનોં કી છલાંગ’માં તેના પ્રિયલના પાત્ર માટે મેરિલ સ્ટ્રીપ પરથી પ્રેરણા લીધી હતી. તે આ શોમાં રાધિકાની બૉસ પ્રિયલ મહેતાનું પાત્ર ભજવી રહી છે. તેની ઑફિસમાં દરેક જણ તેનાથી ડરતું હોય છે. આ વિશે બેનાફે કહ્યુ કે ‘પ્રિયલ મહેતા એક નો-નૉન્સેન્સ મહિલા છે. તે બિઝનેસ માઇન્ડેડ છે અને તેની ટીમને હંમેશાં તેના ચાર્જમાં રાખતી હોય છે. આ પાત્ર જ્યારે મને નરેટ કરવામાં આવ્યું હતું ત્યારે મેરિલ સ્ટ્રીપનું મિરાન્ડા પ્રિસ્ટ્લીનું પાત્ર મારા દિમાગમાં ચાલી રહ્યું હતું. તેઓ જ્યારે ઍન હૅથવેના પાત્રને નોકરીમાંથી કાઢી મૂકે છે ત્યારે તેમની બૉડી લૅન્ગ્વેજ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી. મારે પ્રિયલ મહેતાના પાત્રમાં એ વસ્તુ દેખાડવી હતી. પ્રિયલનું પાત્ર મુંબઈની રિયલિટીને દેખાડે છે કે સફળતા રાતોરાત નથી મળતી, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. હું મેરિલ સ્ટ્રીપના પાત્રથી ખૂબ જ પ્રેરિત થઈ છું. મેં તેમના પાત્રને ખૂબ જ ડીટેલમાં સ્ટડી કર્યું છે, જેથી હું પ્રિયલ બની શકું.’