‘ઍસ્પિરન્ટ’ કહેશે UPSC સ્ટુડન્ટ્સની લાઇફ-સ્ટોરી

13 April, 2021 12:58 PM IST  |  Mumbai | Nirali Dave

ટીવીએફની ઑફિશ્યલ સિરીઝ ‘ઍસ્પિરન્ટ’નો બીજો એપિસોડ આવતી કાલે યુટ્યુબ પર રિલીઝ

‘ઍસ્પિરન્ટ’ કહેશે UPSC સ્ટુડન્ટ્સની લાઇફ-સ્ટોરી

નેટફ્લિક્સ, ઍમેઝૉન પ્રાઇમ, હૉટસ્ટાર, Alt બાલાજી સહિતનાં અત્યારે ધૂમ મચાવતાં પ્લેટફૉર્મ લોકોમાં લોકપ્રિય થયાં એ પહેલાં ભારતમાં ક્વૉલિટી કન્ટેન્ટ આપતા પ્લૅટફૉર્મ તરીકે ટીવીએફ (ધ વાઇરલ ફીવર) લોકો જોતા થઈ ચૂક્યા હતા. ફાઉન્ડ અરુણબ કુમારે પર્મનન્ટ રૂમમેટ્સ અને ટીવીએફ પિક્ચર્સથી શરૂઆત કરી જે સફર હજી ચાલુ જ છે. મહત્ત્વની વાત એ છે કે ટીવીએફના શરૂઆતના તમામ શો યુટ્યુબ પર ડાયરેક્ટ ઑન ઍર થતા. પછી તો પૉપ્યુલર થતાં ટીવીએફની વેબસાઇટ તથા નેટફ્લિક્સ અને પ્રાઇમ પર પણ આવવા લાગ્યા. જેમ કે, કોટા ફૅક્ટરી, હોસ્ટેલ ડેઝ કે પછી જેનો બીજો ભાગ આવવાનો છે એ પંચાયત.
હવે ફરી ટીવીએફનો ઑફિશ્યલ શો ‘ઍસ્પિરન્ટ’ સીધો યુટ્યુબ પર પ્રીમિયર થયો છે જેમાં નવીન કસ્તુરિયા, શિવાંકિત પરિહાર, અભિલાષ થપ્લિયાલ અને સની હિન્દુજા સહિતના કલાકારો છે. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની આસપાસ ફરતી વાર્તા ‘ઍસ્પિરન્ટ’માં વણી લેવામાં આવી છે. દીપેશ સુમિત્રા જગદીશ લિખિત અને અપૂર્વ સિંહ કરકી દિગ્દર્શિત ‘ઍસ્પિરન્ટ’નો પહેલો એપિસોડ ૭ એપ્રિલે રિલીઝ થયો અને બીજો એપિસોડ આવતી કાલે રિલીઝ થવાનો છે. દમદાર રાઇટિંગ અને મૅચ્યોર ડિરેક્શનની સાથે આ શોનો પ્લસપૉઇન્ટ એ છે કે એનું ક્રિએશન જૂના જોગી અરુણબ કુમાર અને શ્રેયાંશ પાંડેએ કર્યું છે.

television news indian television entertainment news nirali dave