પૈચાન કૌન?

22 September, 2021 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશી સિંહ હાલમાં સરદારના રોલમાં જોવા મળી છે

આશી સિંહ

આશી સિંહ હાલમાં સરદારના રોલમાં જોવા મળી છે. તે હાલમાં ‘મીત’માં મીત હૂડાનું પાત્ર ભજવી રહી છે. એક દૃશ્ય માટે તેણે સરદારનું પાત્ર ભજવવાનું હતું અને એથી જ તે એ અવતારમાં જોવા મળી હતી. આ વિશે આશીએ કહ્યું કે ‘મારા માટે ‘મીત’ શો શરૂઆતથી ચૅલેન્જિંગ રહ્યો છે. આ શો દરેક સ્ટેપ દ્વારા મારી ઍક્ટિંગ-સ્કિલની ટેસ્ટ લઈ રહ્યો છે. આ શોના એક દૃશ્યમાં હું સરદારના લુકમાં જોવા મળીશ. આ સીક્વન્સ લાંબી નથી, પરંતુ એ માટે ખૂબ મહેનત કરવી પડી હતી. લુક માટે મારે સંપૂર્ણ મેકઓવર કરવું પડ્યું હતું. મારે પાઘડી, દાઢી, મૂછ અને અલગ પ્રકારનાં કપડાં પહેરવાં પડ્યાં હતાં. દાઢી અને મૂછ જ્યારે ગમ વડે લગાઢવામાં આવી રહી હતી ત્યારે હું આનાકાની કરી રહી હતી, કારણ કે મારી સ્કિન ખૂબ જ સેન્સિટિવ છે. જોકે મારા કામની વચ્ચે મેં એને નહોતું આવવા દીધું. હું જ્યારે ડાયલૉગ બોલી રહી હતી ત્યારે મને એવું લાગતું કે મારી દાઢી પણ હલી રહી છે. ત્યારે મને લાગ્યું કે મારે ખૂબ સાચવીને ડાયલૉગ બોલવા પડશે. સેટ પર દરેક વ્યક્તિ મને હસાવી રહ્યું હતું, પરંતુ શૂટ પૂરું ન થાય ત્યાં સુધી મેં તેમના પર ધ્યાન નહોતું આપ્યું.’

entertainment news indian television television news tv show