રણબીર કપૂર સાથે રોડ ટ્રિપ પર જવું છે આશા નેગીને

16 June, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૫માં આવેલી ‘તમાશા’માં તે જે રીતે દીપિકા પાદુકોણ સાથે ટ્રિપ પર જાય છે એ જ રીતે તેને પણ જવું છે

આશા નેગી, રણબીર કપૂર

આશા નેગીનું કહેવું છે કે તેને રણબીર કપૂર સાથે રોડ ટ્રિપ પર જવું છે. ૨૦૧૫માં આવેલી ‘તમાશા’માં તે જે રીતે દીપિકા પાદુકોણ સાથે ટ્રિપ પર જાય છે એ જ રીતે તેને પણ જવું છે. આ વિશે વાત કરતાં આશા નેગીએ કહ્યું હતું કે ‘હું માઉન્ટન પર્સન છું. આથી મારી આગામી ટ્રિપ ત્યાં જ હશે જ્યાં નેચર અને માઉન્ટન હોય. ત્યાં હું ટ્રેક પણ કરી શકું. ખરેખર તો મારે રણબીર કપૂર સાથે રોડ ટ્રિપ પર જવું છે. ‘તમાશા’માં તે જે રીતે દીપિકા સાથે ગયો હતો એ જ રીતે મારે પણ જવું છે. એ વાઇબ અને મસ્તીનો એક્સ્પીરિયન્સ જે હોય એ એકદમ અલગ જ હોય છે. મારે પણ એ ફીલ કરવું છે. હું તેની ખૂબ જ મોટી ફૅન છું અને તેના કામ પરથી પ્રેરણા લઉં છું. રણબીરની વાત આવે ત્યારે હું એક ખરી ફૅનગર્લ બની જાઉં છું. તેની સાથે નવી જગ્યા અને નવા શહેરને એક્સપ્લોર કરવું મારા માટે લાઇફ-ટાઇમ એક્સ્પીરિયન્સ રહેશે.’

entertainment news indian television television news asha negi ranbir kapoor