‘રામયુગ’ની ઝલક માત્ર ઓરિજિનલ રામને શું કામ ઇમ્પ્રેસ કરી ગઈ?

06 May, 2021 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ ‘રામયુગ’માં વાપરવામાં આવેલી વીએફએક્સ જોઈને અરુણ ગોવિલ હતપ્રભ થઈ ગયા

અરુણ ગોવિલ

એંસીના દશકમાં દૂરદર્શન પર આવેલી અને ટેક્નૉલૉજીની દૃષ્ટિએ ટાંચાં સાધનો સાથે બનેલી ‘રામાયણ’ની સામે હવે MX પ્લેયર પર ઑનઍર થનારી ‘રામયુગ’ નૅચરલી જોજનો આગળ છે અને એને જ લીધે ઓરિજિનલ રામ એટલે કે અરુણ ગોવિલ એની ઝલક માત્ર જોઈને ઇમ્પ્રેસ થઈ ગયા. અરુણ ગોવિલ કહે છે, ‘સાચે જ, એ જોઈને એવું લાગે છે કે ત્યારની દુનિયા આવી જ ભવ્યાતિભવ્ય હશે. જૉઇન્ટ લેવલ પર વેબ-સિરીઝ બનાવી છે અને એ પ્રોમોમાં જો આવી દેખાતી હોય તો આખી વેબ-સિરીઝ તો કયા સ્તર પર હશે.’

વીએફએક્સથી પ્રભાવિત થયેલા અરુણ ગોવિલ સાથોસાથ કહે છે, ‘હું માનું છું કે આ સમયે ફૅમિલી એન્ટરટેઇનરની બહુ જરૂર છે અને એવા સમયે ‘રામયુગ’ જેવી સિરીઝ આવે એ અનિવાર્ય છે. મને લાગે છે કે ‘રામયુગ’ જેવા પ્રોજેક્ટ બનવા જોઈએ અને આ પ્રોજેક્ટ ‘રામાયણ’ની જેમ દશકો સુધી યાદ રહેશે.’

entertainment news indian television television news tv show Web Series web series ramayan