23 April, 2024 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘અનુપમા’માં શ્રુતિનું પાત્ર ભજવનાર
‘અનુપમા’માં શ્રુતિનું મૃત્યુ નહીં થાય અને તે જલદી જ તેની ફૅમિલી સાથે જોવા મળશે. રૂપાલી ગાંગુલીનો આ શોમાં ફરી એક ટ્વિસ્ટ આવી રહ્યો છે. હાલની સ્ટોરી લાઇન મુજબ પરી અને આધ્યાની સ્કૂલની બહાર શૂટઆઉટ થાય છે. ગુંડાઓ આ બન્ને છોકરીને હૉસ્ટેજ બનાવી લે છે. અનુપમા અને શ્રુતિ બન્ને છોકરીઓને બચાવતી જોવા મળે છે. આધ્યાને બચાવતાં પહેલાં અનુપમા પરીને બચાવી લે છે અને એ જોઈને આધ્યા શૉકમાં હોય છે. આ દરમ્યાન અનુપમાને બચાવવા જતાં શ્રુતિને બંદૂકની ગોળી વાગે છે. શ્રુતિને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હોય છે અને એવી ચર્ચા ચાલી હતી કે તે મૃત્યુ પામશે. જોકે તે ફરી શોમાં જોવા મળશે. આ ઘટનામાંથી તે બચી જાય છે અને રિકવરી બાદ ફરી તેની ફૅમિલી સાથે જોવા મળશે. અનુજ અને આધ્યા તેને વ્હીલચૅર બેસાડીને ઘરે લાવતાં જોવા મળશે. જોકે એ દરમ્યાન આધ્યાને ફ્લૅશબૅક થતાં પૅનિક અટૅક આવતો જોવા મળશે અને એ સ્ટોરીમાં નવો વળાંક લાવશે.