Road Safety Week : મુંબઈ પોલીસ આ અભિનેત્રીઓ સાથે મળીને ફેલાવશે જાગૃતિ

17 January, 2023 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એન્ડટીવીની અભિનેત્રી શુંભાંગી અત્રે અને વિદિશા શ્રીવાસ્તવે સીટબેલ્ટ અને હેલ્મેટ પહેરવાનો કર્યો આગ્રહ

ટ્રાફિક વિભાગના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ પ્રવીણકુમાર પડવલે સાથે શુભાંગી અત્રે અને વિદિશા શ્રીવાસ્તવ

માર્ગ સલામતીનાં પગલાં અને નિયમો અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહ (Road Safety Week)નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police)એ ૧૧થી ૧૭ જાન્યુઆરીના આ સપ્તાહમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવા માટે એન્ડટીવી (&TV)ની લોકપ્રિય અને પ્રિય ભાભીઓ અંગૂરી ઉર્ફ શુભાંગી અત્રે (Shubhangi Atre) અને અનિતા ઉર્ફ વિદિશા શ્રીવાસ્તવ (Vidisha Srivastava) સાથે હાથ મિલાવ્યા છે. જેઓ લોકોને હેલ્મેટ પહેરવા અને સીટબેલ્ટ પહેરવાની વિનંતી કરશે.  

માર્ગ સલામતી સપ્તાહ વિશે વાત કરતા ટ્રાફિક વિભાગના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ પ્રવીણકુમાર પડવલે જણાવ્યું હતું કે, ‘ મુંબઈગરાંઓની સેફ્ટી અમારી હંમેસા પ્રાથમિકતા રહી છે. એટલે જ આ વર્ષે અમે એન્ડટીવીની આપન સહુની પ્રિય ભાભીઓ સાથે હાથ મિલાવ્યા છે. જેથી તમારા સુધી સુરક્ષાના સંદેશાઓ વધુ મજબુતાઈથી પહોંચાડી શકીએ. લાખોના દિલો પર રાજ કરનાર અંગૂરી ભાભી અને અનીતા ભાભી તેમની આગવી શૈલીમાં સલામતી નિયમોનું પાલન કરવા વિનંતી કરતા જોવા મળશે. મુંબઈમાં ઓન-ગ્રાઉન્ડ ઝુંબેશ ઉપરાંત, અમે એક માઈક્રોસાઈટ વિકસાવી છે જ્યાં દેશભરના લોકો તેમના પ્રિયજનોને વ્યક્તિગત માર્ગ સુરક્ષા વીડિયો મોકલી શકે છે.’

ભાભીજી ઘર પે હૈ (Bhabiji Ghar Par Hai)ની અભિનેત્રી શુભાંગી અત્રેએ કહ્યું હતું કે, ‘માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવતા અભિયાનનો ભાગ બનવાનો મને આનંદ છે. તમારા અને અન્યના જીવનને જોખમમાં ન નાખવા માટે ટ્રાફિક નિયમોને સમજવા અને તેનું પાલન કરવું હિતાવહ છે.’

આ પણ વાંચો - Mumbaiની આ સર્વિસ અપાવશે ટ્રાફિક જામમાંથી છૂટકારો, WEH પર દેખાશે સૌથી વધુ અસર

અભિનેત્રી વિદિશા શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ‘માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન મુંબઈ ટ્રાફિક પોલીસ જે પ્રયત્નો કરી રહી છે તે ખરેખર સરાહનીય છે. ચાલો આપણે તેમના આ કાર્યને બિરદાવીએ અને તેમનો સાથ આપીએ.’

આ પણ વાંચો - શુભાંગી અત્રે સાથે ઑનલાઇન ફ્રૉડ

એન્ડટીવી અને મુંબઈ ટ્રાફિક પોલીસ દરેક નાગરિકને સલામત રીતે વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી.

mumbai mumbai news mumbai traffic entertainment news indian television television news shubhangi atre