સાત સપ્ટેમ્બરથી કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અમિતાભ

05 September, 2020 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત સપ્ટેમ્બરથી કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અમિતાભ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન સાત સપ્ટેમ્બરથી ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અને એની તેમને ખુશી પણ છે. તેમણે સેટ પરના ફોટો શૅર કર્યા છે. તેઓ એકસાથે એક જ દિવસમાં અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યા છે. સેટ પરના ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘યુ...હુ!!!..કામ પર પાછો ફર્યો છું.

4 કૅમ્પેન ફિલ્મ્સ, 5 આઉટફિટ બદલ્યા, 4 શૂટ્સ બાકી છે, એક દિવસમાં 5 કલાક. મને બાદ કરતાં દરેક જણ કોઈને લૂંટવા માટે તૈયાર બેઠા હોય એ રીતે જોઈ રહ્યા છે. આવતી કાલે ‘કેબીસી’માં મળીશું.’

entertainment news amitabh bachchan kaun banega crorepati television news indian television