ફરી આગ સાથે રમતો જોવા મળશે અક્ષયકુમાર

10 March, 2019 10:52 AM IST  | 

ફરી આગ સાથે રમતો જોવા મળશે અક્ષયકુમાર

ખતરોં કે ખિલાડીમાં દેખાશે અક્ષયકુમાર

અક્ષયકુમાર ફરી આગ સાથે રમત રમતો જોવા મળ્યો છે. અક્ષયકુમારે તેની વેબ-સિરીઝની જાહેરાત દરમ્યાન આગમાં લપેટાઈને એન્ટ્રી કરી હતી. તે. ‘ખતરોં કે ખિલાડી’ની પહેલી બે સીઝન અક્ષયકુમારે જ હોસ્ટ કરી હતી. ત્યાર બાદ પ્રિયંકા ચોપડા અને અર્જૂન કપૂર બાદ રોહિત શેટ્ટી આ શોનો ચહેરો બની ગયો છે. રોહિત અને અક્ષય હવે પહેલી વાર ‘સૂર્યવંશી’માં સાથે કામ કરી રહ્યા છે. રોહિત તેના સ્ટન્ટ માટે જાણીતો છે અને એથી જ આ ફિનાલેના અક્ષયના સ્ટન્ટ પણ તેણે ડિઝાઇન કર્યા હતા. આ એક ચેઝ સીન છે જેમાં અક્ષયકુમારનો પીછો એક ટ્રક કરતી હોય છે. આ ચેઝ દરમ્યાન અક્ષય જેમ-જેમ એના અવરોધ એટલે કે કારનો સામનો કરતો જાય એમ કાર પણ બ્લાસ્ટ થતી હોય છે. આ સ્ટન્ટ માટે રોહિત અને અક્ષયકુમારે ઘણી વાર રિહર્સલ પણ કર્યાં હતાં. અક્ષયકુમારે તેની ફિલ્મ ‘કેસરી’માં પણ પોતાના શરીરને આગની લપેટમાં લઈ લીધી હોય છે.

આ પણ વાંચોઃ અક્ષયને મળી જાનથી મારી નાખવાની ધમકી! જાણો કોણે આપી આ ધમકી

‘ખતરોં કે ખિલાડી’નો ફોટો શેર કરતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે આ વિશે મહેરબાની કરીને મારી પત્નીને નહીં જણાવતા. ટ્વિન્કલ ખન્નાએ તેના વેબ-શોની જાહેરાત દરમ્યાન તેને આવા ડેન્જરસ સ્ટન્ટ કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે એ તો એક મજાક હતી.

khatron ke khiladi akshay kumar rohit shetty television news