ડાન્સ આવડતો ન હોવા છતાં અદનાન ખાને પર્ફોર્મ કરીને સૌને ચોંકાવી દીધા

15 February, 2023 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં અદનાન વિયાનનું પાત્ર ભજવી રહ્યો છે

અદનાન ખાન

સોની પર આવતા શો ‘1001 નાઇટ્સ’ની ​હિન્દી રીમેકમાં અદનાન ખાને તેના પર્ફોર્મન્સથી સૌને ચોંકાવી દીધા હતા. આ શોમાં અદનાન વિયાનનું પાત્ર ભજવી રહ્યો છે. એક શોના દૃશ્ય માટે તેણે ડાન્સ કરવાનો હતો. જોકે તેને ડાન્સ કરતાં બિલકુલ નથી આવડતું. આ વિશે વાત કરતાં અદનાને કહ્યું કે ‘ડાન્સ મને વધુ પસંદ નથી, કારણ કે મેં મારું આખું જીવન વેઇટ ટ્રેઇનિંગ પર કામ કર્યું છે. તેથી મારું શરીર એ રીતે ટેવાયેલું છે. બીજું, મને ઘણાં હિન્દી ગીતો નથી આવડતાં અને એ સાંભળવું મારા માટે મુશ્કેલ બની જાય છે. મને જ્યારે કહેવામાં આવ્યું કે પાર્ટી સીક્વન્સમાં ડાન્સિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હું મારા ઘૂંટણિયે પડીને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને મદદ કરે. હું અત્યંત નર્વસ હતો. શૂટિંગના દિવસે પણ હું સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ દિવસ દરમિયાન મારી મદદ કરે. હું સેટ પર પહોંચ્યો કે હું કોરિયોગ્રાફરને મળ્યો અને અમે ટ્રેઇનિંગ શરૂ કરી હતી. ટીમે ડાન્સનું રૂટીન બનાવ્યું હતું, જે મારા માટે યોગ્ય હતું. હું મારા સહઅભિનેતાઓ અને દિગ્દર્શકોનો ખૂબ આભારી છું જેમણે મને પ્રોત્સાહિત કર્યા, કારણ કે તેઓ જાણતા હતા કે મને ડાન્સ નથી આવડતો.’

entertainment news television news indian television sony entertainment television