અદિતિ અને મોહિત મલિકે દીકરાનું નામ એકબીર રાખ્યું

14 May, 2021 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તું સકારાત્મક છે. તું સ્ટ્રૉન્ગ છે અને તું અમારી સ્ટ્રેંગ્થ છે. ભગવાને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. એકબીર તને ખૂબ પ્રેમ.’

અદિતિ અને મોહિત મલિકે દીકરાનું નામ એકબીર રાખ્યું

અદિતિ અને મોહિત મલિકે તેના દીકરાનું નામ એકબીર રાખ્યું છે. સિખ ધર્મમાં એકબીરનો અર્થ એકમાત્ર વીર એવો થાય છે. અદિતિએ જણાવ્યું હતું કે તે જ્યારે ૬ મહિનાની પ્રેગ્નન્ટ હતી ત્યારે જ મોહિતે છોકરો અને છોકરીનાં નામ પસંદ કરી રાખ્યાં હતાં. દીકરાનો જન્મ થયા બાદ તેમણે એકબીર આ નામ પર પસંદગી કરી હતી. તેમનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સને આ નામ ખૂબ પસંદ પડ્યું છે. 
દીકરાના નામનો સ્પેલિંગ દેખાડતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અદિતિએ કૅપ્શન આપી હતી કે ‘નામમાં શું છે? તું બહાદુર છે. તું સકારાત્મક છે. તું સ્ટ્રૉન્ગ છે અને તું અમારી સ્ટ્રેંગ્થ છે. ભગવાને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. એકબીર તને ખૂબ પ્રેમ.’

entertainment news television news indian television