અભિષેક નિગમ બનશે સબ ટીવીનો નવો સુપરહીરો

20 May, 2020 07:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક નિગમ બનશે સબ ટીવીનો નવો સુપરહીરો

સબ ટીવી બાળકો માટે ખાસ ફૅન્ટસી શો લૉન્ચ કરવામાં અગ્રેસર રહ્યું છે. ‘બાલવીર’, ‘અલાદીન - નામ તો સુના હોગા’ જેવા શો પૉપ્યુલર બન્યા બાદ ચૅનલ પર ‘હીરો ગાયબ મોડ ઑન’ નામનો શો શરૂ થવાનો છે. આ ફૅન્ટસી ડ્રામામાં અભિષેક નિગમ લીડ રોલમાં જોવા મળશે.

અનેક મ્યુઝિક વિડિયો તેમ જ તાજેતરમાં આવેલી ફિલ્મ ‘પાણીપત’માં અભિનય કરી ચૂકેલો અભિષેક ‘અલાદીન - નામ તો સુના હોગા’ના લીડ સ્ટાર સિદ્ધાર્થ નિગમનો ભાઈ છે. ‘હીરો ગાયબ મોડ ઑન’ને પેનિન્સુલા પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ ટીવી-સિરીઝમાં એક સુપરહીરોની કાલ્પનિક કથા હશે જે ગાયબ થવાની શક્તિ ધરાવે છે અને એલિયન સામે લડીને પૃથ્વીને બચાવે છે. આ ‘હીરો’ બાલવીર કે અલાદીન જેટલો પૉપ્યુલર બને છે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે. ‘હીરો ગાયબ મોડ ઑન’ ઉપરાંત સબ ટીવી પર ‘તેરા યાર હૂં મૈં’ નામનો શો પણ શરૂ થવાનો છે.

entertainment news indian television television news sab tv