હીરો – ગાયબ મોડ ઑનમાં લીડ રોલમાં દેખાશે અભિષેક નિગમ

04 November, 2020 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હીરો – ગાયબ મોડ ઑનમાં લીડ રોલમાં દેખાશે અભિષેક નિગમ

અભિષેક નિગમ

અભિષેક નિગમ હવે સોની સબના આગામી શો ‘હીરો – ગાયબ મોડ ઑન’માં લીડ રોલમાં જોવા મળશે. આ એક સાયન્સ ફિક્શન શો છે જેમાં તે વીર એટલે કે હીરોનું પાત્ર ભજવતો જોવા મળશે. આ શોમાં એક કૉમન મૅનની જર્ની દેખાડવામાં આવશે જે તેના પિતાને શોધતો હોય છે અને તેના અને તેના પરિવાર વિરુદ્ધ લોકોની માન્યતાને ખોટી પાડવાની કોશિશ કરતો હોય છે. આ શોમાં કેટલાક અદ્ભુત પાવર ધરાવતો તેને દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં અભિષેક નિગમે કહ્યું હતું કે ‘આ મારા માટે લિટલ ચૅલેન્જિંગ રોલ છે, કારણ કે એમાં મારા પાત્રની બે લેયર છે. વીર ખૂબ જ કૅરિંગ અને જવાબદાર વ્યક્તિ છે. સંજોગોને કારણે તે તેની બહેન માટે પિતાતુલ્ય બની જાય છે. જોકે તે જ્યારે સુપરહીરો બને છે ત્યારે તેની પર્સનાલિટી યુ-ટર્ન લે છે. હીરો થોડો ફની છે અને તેની સેન્સ ઑફ હ્યુમર પણ સારી હોય છે. વીર અને હીરોમાં એક જ વસ્તુ કૉમન છે કે તેમનું દિલ એક છે અને બન્ને લોકોમાં સારી વસ્તુ શું છે એ શોધે છે. આ શો મને મળ્યો એની મને ખૂબ જ ખુશી છે. આ શો લોકોને ખૂબ જ પસંદ પડશે એવી આશા છે. હું પોતે એવું ઇચ્છું છું કે મને ગાયબ થવાનો પાવર મળે અને આ શોમાં મારી પાસે એ પાવર છે.’

entertainment news television news indian television tv show sab tv