અટકનો ઉપયોગ કેમ નહીં કરે અભિનંદન?

28 July, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હવે તેના સ્ટેજ નેમમાં તેના ફર્સ્ટ નેમનો જ ઉપયોગ કરશે

અભિનંદન જિન્દલ

અભિનંદન જિન્દલે હવે તેના નામમાંથી અટક કાઢી નાખવાનું નક્કી કર્યું છે. તે હવે તેના સ્ટેજ નેમમાં તેના ફર્સ્ટ નેમનો જ ઉપયોગ કરશે. આ વિશે પૂછવામાં આવતાં અભિનંદને કહ્યું હતું કે ‘આ માટે કોઈ ખાસ કારણ નથી. મેં ફક્ત હોરોસ્કોપ નંબર્સને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. છેલ્લાં બે વર્ષથી આ મારા દિમાગમાં ચાલી રહ્યું હતું, પરંતુ મેં એનો નિર્ણય હમણાં લીધો છે. મારી મમ્મીએ મને એ વ્યક્તિને મળાવ્યો હતો જેણે મને મારી અટકને કાઢી નાખવાનું કહ્યું હતું.’

entertainment news indian television television news tv show