હરિયાણવી બાદ ગુજરાતી શીખી રહી છે આશી ​સિંહ

06 July, 2022 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ​શી સિંહ હવે હરિયાણવી બાદ ગુજરાતી શીખી રહી છે. ‘મીત’માં તે મીત હૂડા નામનું પાત્ર ભજવી રહી છે જે હરિયાણવી હોય છે.

આશી સિંહ

આ​શી સિંહ હવે હરિયાણવી બાદ ગુજરાતી શીખી રહી છે. ‘મીત’માં તે મીત હૂડા નામનું પાત્ર ભજવી રહી છે જે હરિયાણવી હોય છે. આ માટે તેણે હરિયાણવી શીખી હતી. ‘મીત’ હવે લીપ લેતાં તે મંજરીના પાત્રમાં જોવા મળશે. મંજરી એક ગુજરાતી છોકરી હોય છે. તે મીત જેવી દેખાતી હોવા છતાં તે તેનાથી એકદમ અલગ હોય છે. તે એક ગરબા ડાન્સર હોય છે. આ વિશે આશીએ કહ્યું કે ‘મેં ‘મીત’ને પસંદ કરી ત્યારથી મારા માટે એ ખૂબ જ ચૅલેન્જિંગ રહ્યું છે. મીત હૂડાના પાત્ર માટે મારે ​હરિયાણવી શીખવું પડ્યું હતું. મંજરીના પાત્ર માટે હવે હું ગુજરાતી બોલી બોલતાં શીખી રહી છું. આ શો એક ઍક્ટર તરીકે મારો વિકાસ કરવામાં ખૂબ જ મદદરૂપ રહ્યો છે. ગુજરાતી બોલી શીખવી ખૂબ જ મુશ્કેલ છે. શોની ટીમ ખૂબ જ સપોર્ટિવ હોવાથી મને ખૂબ જ મદદ કરી રહી છે. મારા માટે આ પ્રોસેસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે. તેમ જ આ પાત્રને વાસ્તવિક બનાવવા માટે હું તમામ પ્રયત્ન કરી રહી છું. આશા છે કે મીત હૂડાને દર્શકોએ જેટલી પસંદ કરી એટલી જ મંજરીને પણ કરશે.’

entertainment news television news indian television