ફાઇનલી ડ્રીમ કમ્સ ટ્રુ

09 June, 2021 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરુષી શર્માને એક દિવસ ફાર્મિંગનો એક્સ્પીરિયન્સ લેવો હતો જે તેને આ લૉકડાઉનમાં મળી ગયો

આરુષિ શર્મા

ઍક્ટ્રેસ આરુષિ શર્માની વર્ષોથી ઇચ્છા હતી કે ટિપિકલ ગામડાનાં કપડાંમાં અને એકદમ ટ્રેડિશનલ રીતે તે એક દિવસ ફાર્મમાં રહે અને ખેતી કરે. વર્ષોનું આ સપનું છેક હવે પૂરું થયું છે. બન્યું એવું કે આરુષિ પોતાના શો ‘રંજુ કી બેટિયાં’ના શૂટિંગ માટે ગુજરાત આવી અને એ દરમ્યાન તેને પોતાનું આ સપનું પૂરું કરવાની તક મળી ગઈ. આરુષી કહે છે, ‘ફાર્મિંગનો અનુભવ મારે માટે નવો નહોતો. ઍક્ચ્યુઅલી મારા દાદા ફાર્મર જ હતા અને તેઓ ખેતી જ કરતા, પણ પછી એ બધું છૂટતું ગયું.’ આરુષિએ ફાર્મિંગના પોતાના એક્સ્પીરિયન્સમાં બાગમાં પાણી પીવડાવવાથી માંડીને વાવણી કરવા સુધીનાં કામ કર્યાં. આરુષિ કહે છે, ‘રૂટ્સ સાથે જોડાયેલા રહેવા માટે દરેકેદરેક ફૅમિલીએ પોતાનાં બાળકોને આ એક્સ્પીરિયન્સ આપવો જોઈએ. ફાર્મિંગનો એ જે થાક છે એ થાકમાં ખુશી પણ એટલી જ છે. હું તો કહીશ કે જો દેખાડીશું તો જ તેમને પણ કુદરતનો આ ચમત્કાર દેખાશે અને તેઓ પણ એમાં વિશ્વાસ કરતાં થશે.’

entertainment news indian television television news tv show