‘બન્ની ચાઉ હોમ ડિલિવરી’ દ્વારા આમિર ખાનની બહેન નિખત ટીવી પર કરશે એન્ટ્રી

27 May, 2022 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને આશા છે કે હું મારા આ પાત્રમાં મારું બેસ્ટ આપીશ અને દર્શકો પણ મને ટેલિવિઝન પર જોઈને મારી પ્રશંસા કરશે.’

‘બન્ની ચાઉ હોમ ડિલિવરી’ દ્વારા આમિર ખાનની બહેન નિખત ટીવી પર કરશે એન્ટ્રી

આમિર ખાનની બહેન નિખત ખાન હેગડે સ્ટાર પ્લસ પર આવનાર ‘બન્ની ચાઉ હોમ ડિલિવરી’ દ્વારા ટેલિવિઝન પર એન્ટ્રી કરવાની છે. આ સિરિયલ દ્વારા નાનાં શહેરોની યુવતીઓને જીવનમાં આગળ વધવા અને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવશે. આ શો ૩૦ મેથી સોમવારથી શનિવારે રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે. આ સિરિયલમાં બન્નીના રોલમાં ઉલ્કા ગુપ્તા દેખાવાની છે, જે ઘરે સ્વાદિષ્ટ રસોઈ બનાવીને એ લોકોને જમાડવાનો બિઝનેસ કરે છે જે નોકરી માટે પોતાના ઘરેથી દૂર છે. પોતાના આ રોલથી બન્ની યુવતીઓમાં જોશ ભરી દેશે. હવે આ શોમાં નિખત ઘણા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ લાવશે. પોતાના રોલ ​વિશે નિખતે કહ્યું કે ‘હું સ્ટાર પ્લસ પર શરૂ થનાર ‘બન્ની ચાઉ હોમ ડિલિવરી’માં મારા અગત્યના રોલને લઈને ઉત્સાહી છું. આ અગાઉ મેં ફિલ્મોમાં પણ અનેક પાત્રો ભજવ્યાં છે. જોકે આ શો દ્વારા હું પહેલી વખત દર્શકોના ઘરેથી તેમનાં દિલમાં પહોંચવાનો પ્રયાસ કરીશ. મને આ શોનો કન્સેપ્ટ ખૂબ પસંદ આવ્યો છે કે જેમાં બન્ની દરેક નાના શહેરની યુવતીઓને પોતાની સ્ટોરી દ્વારા કંઈક નવું કરવા માટે પ્રેરિત કરે છે. મને આશા છે કે હું મારા આ પાત્રમાં મારું બેસ્ટ આપીશ અને દર્શકો પણ મને ટેલિવિઝન પર જોઈને મારી પ્રશંસા કરશે.’

television news indian television entertainment news aamir khan