આકાંક્ષા સિંહના વૉર્ડરોબનું ઑક્શન

13 May, 2021 11:50 AM IST  |  Mumbai | Rashmin Shah

કોવિડમાં મદદ કરવા માટે પોતાના ક્લોથથી માંડીને જ્વેલરી સુધ્ધાં સોશ્યલ મીડિયા પર ઑક્શન કરશે

આકાંક્ષા સિંહ

‘ના બોલે તુમ, ના મૈંને કુછ કહાં’ અને ‘ગુલમોહર ગ્રૅન્ડ’ જેવી અનેક સિરિયલ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘પૈલવાન’ તથા હવે રિલીઝ થનારી ફિલ્મ ‘મૅડે’ની ઍક્ટ્રેસ આકાંક્ષા સિંહે નક્કી કર્યું છે કે કોવિડ પેશન્ટ્સને હેલ્પ કરવા માટે તે પોતાનો આખો વૉર્ડરોબ ઑક્શન કરશે. આકાંક્ષાએ કહ્યું હતું, ‘હું મારું ફન્ડ તો એમાં વાપરીશ જ પણ વધારે હેલ્પ થઈ શકે એની માટે મારા સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આખો વૉર્ડરોબ મૂકીને એનું ઑક્શન કરીશ જેમાં મૅક્સિમમ લોકો ભાગ લે એ માટે પણ મેં ટ્રાય ચાલુ કરી દીધી છે.’

આકાંક્ષાએ પોતાના હોમટાઉન જયપુરમાં કોવિડ હૉસ્પિટલમાં એક ટાઇમ ફૂડ મોકલવાનું ઑલરેડી શરૂ કરી દીધું છે તો હૉસ્પિટલમાં ઑક્સિજન સિલિન્ડર્સની ફ્રી સપ્લાય પણ શરૂ કરી દીધી છે. આકાંક્ષા કહે છે, ‘દરેક પોતાની રીતે હેલ્પ માટે આગળ આવે અને પોતાનાથી જે શક્ય હોય એ હેલ્પ કરે. આ મહામારીમાંથી બહાર આવવા માટે સૌકોઈએ સાથે મળવું પડશે.’

આકાંક્ષાનો જયપુર અને મુંબઈનો વૉર્ડરોબ એક કરોડની અંદાજિત કિંમતનો છે, જેમાંથી તે એવી અપેક્ષા રાખે છે કે અઢીથી ત્રણ કરોડ રૂપિયા ઑક્શનમાં આવશે.

entertainment news television news indian television Rashmin Shah